મનોરંજન

Midnight Palak Tiwari આ શું કરતી જોવા મળી? વીડિયો થયો વાઈરલ…

ટીવી ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો એટલે શ્વેતા તિવારી (TV Indstry’s Famous Actress Shweta Tiwari) ચાળીસી વટાવ્યા બાદ પણ આજે પોતાના કર્વી ફિગરથી ફેન્સના દિલની ધડકન રોકી દેતી હોય છે. પણ આપણે અહીં વાત કરીશું શ્વેતાની દીકરી પલક તિવારી (Palal Tiwari) વિશે. પલક તિવારી અવારનવાર સ્ટારકિડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળતી હોય છે અને આ સિવાય તેનું નામ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Bollywood Actor Saif Ali Khan)ના દીકરા ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) સાથે જોડાતું રહે છે.

રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવે છે કે બંને જણ એક બીજાને ડેટ પણ કરી રહ્યા છે. બંને જણ અવારનવાર એક સાથે પાર્ટી કરતાં અને હેન્ગ આઉટ કરતાં જોવા મળે છે. જોકે, ઈબ્રાહિમ કે પલક બંનેમાંથી કોઈએ આ રિલેશનશિપને કન્ફર્મ નથી કર્યું. પલક પણ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બંને જણ કપલ નથી, પણ સારા મિત્રો છે…

Read more: Kangana Ranautને લઈને Chirag Paswanએ આ શું કહ્યું? સારું થયું કે… વીડિયો થયો વાઈરલ…

પરંતુ હવે ફરી એક વખત પલક અને ઈબ્રાહિમના અફેયરની ચર્ચા જોર પકડ્યું છે કારણ કે ગઈકાલે મોડી રાતે પલક તિવારી ઈબ્રાહિમ અલી ખાનના ઘરેથી નીકળતી જોવા મળી હતી. ગઈકાલે મુંબઈમાં પડેલાં મુશળધાર વરસાદમાં પણ પલક ઈબ્રાહિમને મળવા એના ઘરે પહોંચી હતી. પેપ્ઝે તેને ક્લિક કરવાની કોશિશ કરી હતી, પણ પલક કારમાં બેસીને રવાના થઈ ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન (Saif Ali Khan)ના દીકરા ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan)એ એક બ્રાન્ડ ન્યુ લક્ઝરી કાર બીએમડબ્લ્યુ એક્સ5 (BMW X5) ખરીદી હતી અને કારની કિંમત આશરે 1.13 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈબ્રાહિમ જ્યારે પોતાની નવી કાર લઈને ઘરે પહોંચ્યો તો પલકે તસૌથી પહેલાં તેને શુભેચ્છા પાઠવી હતી. ઈબ્રાહિમના ઘરથી બહાર નીકળતી પલકને જોઈને ફેન્સ હવે એવી અટકળો લગાવી રહ્યા છે કે બંને જણ ખરેખર એકબીજાના પ્રેમમાં છે.

Read more: શું ત્રીજી બેગમ લાવવાની તૈયારીમાં છે નવાબ? કેમ લાગી રહી છે સૈફ અને કરીના વચ્ચે તલાકની અટકળો?

બંનેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પલક તિવારી (Palak Tiwari) છેલ્લાં ફિલ્મ કિસી કા ભાઈ કિસી કા જાન (Film Kisi Ka Bhai Kisi Ki Jaan)માં જોવા મળી હતી. જ્યારે છોટે નવાબ ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) પણ બોલીવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર