આ કારણે સૈફ અલી ખાન હુમલા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ ચાલતો બહાર આવ્યો? | મુંબઈ સમાચાર
મનોરંજન

આ કારણે સૈફ અલી ખાન હુમલા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ ચાલતો બહાર આવ્યો?

બોલીવૂડના છોટે નવાબ સૈફ અલી ખાન પર આ વર્ષની શરૂઆતમાં જ તેમના ઘર પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે બોલીવૂડથી લઈને મુંબઈ પોલીસને પણ ગૂંચવણમાં મૂકી દીધા હતા અને સુરક્ષાને લઈને સવાલો ઉપસ્થિત કર્યા હતા.

હવે આ ઘટનાના 9 મહિના બાદ સૈફ અલી ખાને ખુદ આ મામલે મૌન તોડતા વાત કરી છે અને એ પણ કાજોલ અને ટ્વિન્કલ ખન્નાના ટોક શો ટુ મચમાં. આવો જોઈએ સૈફે શું કહ્યું છે આ વિશે-

આપણ વાંચો: આજે કે કાલે સૈફ અલી ખાન ભલે ઘરે આવી જાય, પણ ડૉક્ટરની આ સલાહ તેણે માનવી પડશે

કાજોલ અને ટ્વિન્કલ ખન્ના શો ટોક ટુ મચમાં સૈફ અલી ખાને ખુલાસો કર્યો હતો કે તેમના પર થયેલાં જીવલેણ હુમલા બાદ જ્યારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થતાં જ તે કઈ રીતે પોતાના પગ પર ચાલીને બહાર આવ્યા હતા. એટલું જ નહીં તેણે આ શો પર એ પણ જણાવ્યું હતું કે એ ઘટના અને સર્જરી બાદ તેની જિંદગી કેટલી અને કઈ રીતે બદલાઈ છે.

સૈફે એ શોમાં જ્યાં આ ઘટના વિશે ખુલીને વાત કરી હતી તો કાજોલ અને ટ્વિન્કલે સૈફને રિયલ લાઈફ હીરો ગણાવ્યો હતો, કે જેણે પોતાના પરિવાર અને દીકરાની સિક્યોરિટીને પ્રાધાન્ય આપ્યું. સૈફ અલી ખાને આ ઘટના વિશે જણાવ્યું હતું કે એ રાતે કરિના બહાર ગઈ હતી અને હું તૈમુર, જેહ ફિલ્મ જોઈ રહ્યા હતા. એ ફિલ્મ એ જ સમયે પૂરી થઈ હતી અને અમે લોકો સૂવા માટે જઈ રહ્યા હતા.

આગળ તેણે એવું પણ જણાવ્યું હતું કે મોડી રાત હતી લગભગ બેએક વાગ્યા હશે. કરીના ઘરે આવી એટલે અમે થોડી વાત કરી અને ત્યારે મેડ આવી અને કહ્યું કે જેહ બાબાના રૂમમાં કોઈ છે અને એના હાથમાં ચાકુ છે. એ વ્યક્તિ કહી રહ્યો છે કે એને પૈસા જોઈએ છે.

આપણ વાંચો: SaifAliKhanAttack: હુમલા પહેલાં સૈફ અલી ખાન પાસે એક કરોડની માગણી કરી કરાઈ

સૈફ અલી ખાને આ શો પર કહ્યું હતું કે મેં જેવી આ વાત સાંભળી કે હું સુન્ન થઈ ગયો અને અંધારામાં જ જેહના રૂમ તરફ ભાગ્યો. મેં જોયું તો એ વ્યક્તિ જેહના બેડ પાસે હતી અને તેના હાથમાં ચાકુ હતું અને તે અંધારામાં જ ચાલુ અહીંયા ત્યાં હુલાવવા લાગ્યો.

અમારી વચ્ચે હાથાપાઈ થઈ અને તેણે ગાંડાની જેમ ચાકુના હુમલા કરીને મને ઘાયલ કરી દીધો. એ વ્યક્તિ ભાગી ગયો અને હું હોસ્પિટલ પહોંચ્યો જ્યાં મારા પર સર્જરી કરવામાં આવી.

વાત કરીએ ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ફરતી વખતે પોતાના પગ પર ચાલીને આવવાની તો જ્યારે બધું થયું તે મને અલગ અલગ સૂચન આવ્યા. મને એ પણ જણાવવામાં આવ્યું કે મારે કઈ રીતે બહાર જવું જોઈએ. મીડિયા ખૂબ જ ઉતાવળી થઈ હતી અને કોઈ મારી વાત સાંભળી નહોતું રહ્યું. પણ હું ચાલી શકતો હતો.

ચાલતી વખતે દુઃખાવો થઈ રહ્યો હતો, પરંતુ હું એ કરી શકતો હતો એટલે વ્હીલચેરની મદદ વિના હું ચાલતો જ બહાર આવ્યો અને લોકોએ કહ્યું કે મારા પર થયેલો હુમલો, સર્જરી બધું એક સ્ટન્ટ હતું. પણ હું લોકોને મેસેજ આપવા માંગતો હતો કે હું ઠીક છું અને મને મીડિયા એટેન્શન નહોતું જોઈતું, એવું સૈફ અલી ખાને વધુમાં જણાવ્યું હતું.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button