મનોરંજન

હુમલા પછી પહેલી વાર સૈફ અને કરીના સાથે જોવા મળ્યાં, બેબો કોનાથી છુપાઈ જુઓ?

મુંબઈ: 16 જાન્યુઆરીથી બોલિવૂડમાં હોબાળો મચ્યો છે. જ્યાં જુઓ ત્યાં સૈફ અલી ખાન પર થયેલા હુમલાની જ ચર્ચા થઈ રહી છે. બોલીવુડ સૈફ અલી ખાનનું સમર્થન કરતુ નજરે પડી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં બસ એક જ ચર્ચા છે સૈફ અલી ખાન પર હુમલો કોણે કર્યો? શા માટે કર્યો?, એ સમયે કરીના ક્યાં હતી? સૈફને હોસ્પિટલમાં કોણ લઈ ગયું? હુમલાખોર કોણ હતો?, પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી? આવા અનેક સવાલ લોકો કરી રહ્યા છે. લોકોની જિજ્ઞાસા સંતોષવા મીડિયા પણ ઓવર ટાઈમ કરીને આ બધા જવાબ આપી રહ્યુ છે.

હવે સૈફ બાબતે લેટેસ્ટ સમાચાર આવ્યા છે. હુમલા બાદ સારવાર માટે હોસ્પિટલ પહોંચેલા સૈફને ડિસ્ચાર્જ મળ્યા બાદ તે ઘરે આરામ ફરમાવી રહ્યો હતો. હવે તે પહેલી વખત પત્ની કરીના સાથે ઘરની બહાર જોવા મળ્યા છે. સૈફ અને કરીના ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેઓ ક્યાં જઈ રહ્યા હતા તે તો જાણવા મળ્યું નથી, પરંતુ હુમલો થયા બાદ હવે સૈફ અલી ખાનના પરિવારને થોડી કળ વળી છે અને હવે તેઓ રૂટિન લાઈફ જીવી રહ્યા છે.

તાજેતરમાં સૈફ અલી ખાને જીન્સ ટીશર્ટ અને ચશ્મા પહેર્યા હતા. કરીના પણ લુઝ જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળી હતી. તેણે બ્લેક કેપ અને બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. એ વખતે બેબો જાણે પાપારાઝીઓથી ચહેરો છુપાવવાની કોશિશ કરી રહી હોવાનું લાગતું હતું, જ્યારે એની તસવીરો પણ વાઈરલ થઈ હતી.

આ પણ વાંચો : સૈફ અલી ખાન અટેક કેસ: ફોરેન્સિક એક્સપર્ટ્સનો શોકિંગ ખુલાસો

જાણીએ શું છે પૂરી ઘટના?
નોંધનીય છે કે સોળ જાન્યુઆરીની રાતે સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના બહાને એક ચોર ઘૂસ્યો હતો. ચોરે સૈફ પર હુમલો કર્યો હતો અને સૈફ પર ચાકુના છ વાર કર્યા હતા. સૈફને ઘાયલ અવસ્થામાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, જ્યાં તેની પર સર્જરી કરવામાં આવી હતી અને તેની પીઠમાંથી ચાકુનો ટુકડો કાઢવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા સૈફ અલી ખાન ઘરે આવી ગયો હતો. તેણે પાપારાઝીઓને પણ પોઝ આપીને ખુશ કરી દીધા હતા. ત્યારબાદ તે ઘરે આરામ ફરમાવી રહ્યો હતો. આજે પ્રથમ વાર સૈફ અને કરીના ઘરની બહાર સ્પોટ થયા હતા. સૈફ સાજો થઈ ગયો હોવા છતાં પણ હજી ઘણા સવાલો નિરુત્તર રહ્યા છે. અને બોલીવુડ, સૈફના ફેન્સ સહિત દરેક લોકો સેફના હુમલાની હકીકત જાણવા માંગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button