હોસ્પિટલમાંથી રજા મળતા ડેશિંગ લૂકમાં દેખાયો Saif Ali Khan, મીડિયા અને ફેન્સને કહ્યું…
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan)ને છ દિવસ બાદ આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે ઘરે પાછો ફર્યો છે. 16મી જાન્યુઆરીના એક્ટર પર તેના ઘરે જ મધરાતે ચાલુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલમાં જ એક્ટરના ઘરની બહારથી તેની પહેલી ઝલકના ફોટો સામે આવી રહ્યા છે. આ ફોટોમાં સૈફ અલી ખાન એકદમ ડેશિંગ લૂકમાં જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ સૈફ અલી ખાન પર ગુરુવારે રાતે ઘરમાં ઘૂસેલા અજાણ્યા લોકોએ ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સૈફ અલી ખાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સૈફને સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના પર પાંચ-છ કલાક સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી બાદ આજે સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા મળતાં ફેન્સે પણ રાહતનો શ્વાસ લીધો હતો. સૈફ અલી ખાન મંગળવારે પોતાના ઘરે પાછ્યો હતો અને આ સમયે સૈફ અલી ખાને વ્હાઈટ શર્ટ અને બ્લ્યુ જિન્સ પહેર્યું હતું, જેની સાથે તેણે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા હતા. આ લૂકમાં સૈફ એકદમ ડેશિંગ લાગી રહ્યો હતો. જોકે, સૈફ અલી ખાન હુમલા બાદ પોતાના બીજા એપાર્ટમેન્ટ ખાતે શિફ્ટ થયો છે.
સૈફ અલી ખાને ઘરમાં એન્ટર થતાં પહેલાં મીડિયાને હાથ ઉઠાવીને પોઝ આપ્યા હતા અને નમસ્તે પણ કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પોતાના ઘરે પહોંચ્યો હતો અને એક્ટરના ઘરની બહાર પણ મોટી સંખ્યામાં પોલીસ તહેનાત જોવા મળી હતી.
આ પણ વાંચો : આજે કે કાલે સૈફ અલી ખાન ભલે ઘરે આવી જાય, પણ ડૉક્ટરની આ સલાહ તેણે માનવી પડશે
આ પહેલાં ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને કરિના કપૂર-ખાને પણ મીડિયા અને પેપ્ઝને પરિવારની પ્રાઈવસીને મેઈન્ટેન રાખતી એક પોસ્ટ કરી હતી જેમાં તેણે તેને અને તેના પરિવારને એકલા છોડી દેવાની વિનંતી કરી હતી.