મનોરંજન

હુમલાખોરનો ઈરાદો ચોરીનો કે…શું કહ્યું નોકરાણી અને સિક્યોરિટી ગાર્ડે

મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર ઘરમાં જ થેયલા હુમલાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યો છે. સખત સુરક્ષા વચ્ચે રહેતા અભિનેતાઓ પર જો આ રીતે ઘરમાં જ હુમલા થતા હોય તો સામાન્ય માણસનું શું તેવા સવાલો થઈ રહ્યા છે. સૈફ હાલમાં હૉસ્પિટલમાં દાખલ છે અને તેને થયેલી છ ઈજામાંથી બે ગંભીર હોવાનો અને ઑપરેશન ચાલતા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે મુંબઈ પોલીસ હુમલા પાછળનો આશય જાણવા તપાસ કરી રહી છે. સૈફ સાથે તેની નોકરાણીને પણ ઈજા થઈ છે અને તે પણ સારવાર લઈ રહી છે.

નોકરાણીએ બચાવ્યો સૈફને સૈફના ઘરે જ્યારે આ અજાણ્યો માણસ ઘુસી આવ્યો ત્યારે સૈફ અંદર પોતાના રૂમમાં સૂતો હતો. સ્વાભાવિક રીતે રાત્રે લગભગ 2.30 આસપાસ સુનકાર જ હતો. તેના ઘરમાં આવવાનો અવાજ આવતા સૌ પ્રથમ નોકરાણી જાગી હતી અને તેણે આ શખ્સને જોયો હતો. તેની અને નોકરાણીની બોલાચાલીમાં જ સૈફ જાગ્યો હતો અને બહાર નીકળી મામલો શાંત પાડવા જાય તે પહેલા આ શખ્શે તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. સૈફને છ ઘા વાગ્યા હતા અને નોકરાણીને હાથ પર ઈજા થઈ. નોકરાણી અને આ હુમલાખોર વચ્ચે શું બોલાચાલી થઈ, આ ચોરીનો મામલો છે કે પછી કોઈ બીજું કારણ, સૈફ પર આ રીતે હુમલો શા માટે કર્યો વગેરે સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે.

Also read:અભિનેતા સૈફ અલી ખાન પર થયો ચાકુથી હુમલો, હૉસ્પિટલમાં ભરતી

ક્યા હતા ગાર્ડેસ
આ સમગ્ર ઘટનામાં ચર્ચાના કેન્દ્રમાં બિલ્ડિંગની સુરક્ષા માટે રાખેલા ગાર્ડેસ છે. કુલ તાર ગાર્ડસ સુરક્ષા માટે રાખવામાં આવ્યા છે. 24 કલાક પહેરો ભરવા માટે તેમને રખાાય છે. એક ગાર્ડના કહેવા અનુસાર તેની મોર્નિગ ડ્યૂટી હતી અને રાત્રે તે પોતાની કેબિનમાં સૂતો હતો. જે ડ્યૂટી પર હતા તેમને પોલીસ પૂછતાછ માટે લઈ ગઈ છે. આવી મોટી ઈમારતોમાં કોઈએ પ્રવેશવું હોય તો પહેલા ફ્લેટમાલિકની પરવાનગી લેવામાં આવે છે. જો કોઈએ ઘુસવું હોય તો તે એટલું આસાન હોતું નથી. આથી આ રીતે એક શખ્શ ઘરમાં ઘુસી ગયો તે વાત પણ હજુ ગલે ઉતરતી નથી.
આ સવાલોના જવાબો પોલીસની પૂછપરછ બાદ જ મળશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button