મનોરંજન

Saif Ali Khanની હેલ્થને લઈને ડોક્ટરોએ આપી મહત્ત્વની અપડેટ, કહ્યું હજી…

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર ગઈકાલે રાતે ચાકુથી જીવલેણ હુમલો થયો હતો અને એક્ટરની કરોડરજ્જુમાં ચાકુનો અઢી ઈંચનો ટૂકડો ફસાઈ ગયો હતો. ડોક્ટરોએ સર્જરી કરીને આ ટુકડાને બહાર કાઢી લીધો છે અને એનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. હાલમાં સૈફની તબિયત સારી છે અને 2-3 દિવસમાં તેને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ આપવામાં આવશે આવી માહિતી પણ સૂત્રો દ્વારા સામે આવી રહી છે.

સર્જરી કરીને સૈફ અલી ખાનની કરોડરજ્જૂમાં ફસાઈ ગયેલો ચાકુનો ટૂકડો અઢી ઈંચનો હોઈ તે દેખાવમાં ખૂબ જ ખતરનાક લાગી રહ્યું છે. સૈફ અલી ખાન હાલમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેને આગામી 2-3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, પરંતુ તેણે 10-15 દિવસ સુધી બેડ રેસ્ટ કરવો પડશે એવી માહિતી પણ સામે આવી રહી છે. એક્ટરને સ્પાઈનમાં ઈન્જરી છે એટલે ઈન્ફેક્શન ના થાય એટલે વિઝિટર્સને મળવાની પરવાનગી નથી આપવામાં આવી.

Saif Ali Khan attacked in Bandra home

સૈફ અલી ખાનના શરીરમાંથી કાઢવામાં આવેલી હેક્સા બ્લેડને મુંબી પોલીસે પુરાવા તરીકે જપ્ત કરી છે. હાલમાં પોલીસ મામલાની વધુ તપાસ કરી રહી છે. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ દરેક જગ્યાએ દરોડા પાડી રહી છે. જોકે, હજી સુધી મુંબઈ પોલીસને નક્કર કંઈ હાથ નથી લાગ્યું.

આ પણ વાંચો : સૈફ અલી ખાન હુમલો કેસઃ શંકાસ્પદની પોલીસે કરી અટકાયત

બહાદુર યોદ્ધાની જેમ ચાલીને હોસ્પિટલ પહોંચ્યો સૈફ
ડોક્ટરોએ આપેલી માહિતી અનુસાર સૈફ અલી ખાનને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે લોહીથી લથબથ હતો પરંતુ તેમ છતાં તે કોઈ સિંહની સામે ચાલીને આવી રહ્યા હતા. એ સમયે તેમનો દીકરો ઈબ્રાહિમ તેમની સાથે હતો. ડોક્ટરે એવું પણ જણાવ્યું હતું કે સૈફ હાલમાં એકદમ ઠીક છે અને તેને આઈસીયુમાંથી સ્પેશિયલ વોર્ડમાં શિફટ કરવામાં આવ્યો છે. સૈફ ખૂબ જ ઝડપથી રિકવર કરી રહ્યો છે અને તેને ચાલવામાં કોઈ મુશ્કેલી નથી પડી રહી. તેણે હોસ્પિટલમાં આવતી વખતે સ્ટ્રેચર સુધા નહોતું માંગ્યું.

… તો લકવો મારી ગયો હોત સૈફને!
સૈફ અલી ખાનની સારવાર કરી રહેવાં ડોક્ટરે સૈફની હેલ્થ અપડેટ આપતા જણાવ્યું હતું કે સૈફ અલી ખાન હાલમાં અંડર ઓબ્ઝર્વેશન છે અને ડરવાની કોઈ જરૂર નથી. ડોક્ટરોની ટીમ તેમની રિકવરી અને હેલ્થને મોનિટર કરી રહી છે. પરંતુ આ બધા વચ્ચે ડોક્ટરનું એક નવું અને મહત્ત્વનું સ્ટેટમેન્ટ પણ સામે આવી રહ્યું છે જેમાં ડોક્ટર એવું કહી રહ્યા છે કે જો ચાકુ થોડો વધારે ઊંડું ઉતરી ગયું હોત તો એક્ટરને લકવો પણ મારી જાત. સૈફની સારવાર કરનારા ડો. નીતિન ડાંગેએ જણાવ્યું હતું કે સૈફની પીઠમાં ચાકુનો 2.5 ઈંચની સાઈઝનો ટૂકડો ફસાઈ ગયો હતો અને જો આ ચાકુ 2 મિમી હજી વધુ અંદર ઘૂસ્યો હોત સૈફની સ્થિતિ ગંભીર થઈ ગઈ હોત અને તેને પેરેલિસિસ પણ થઈ ગયું હોત. પરંતુ ભગવાનની દયાથી સૈફને કોઈ મેજર કોમ્પ્લિકેશનનો સામનો નથી કરવો પડી રહ્યો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button