Ranbir Kapoor અને Saif Ali Khanની તૂ તૂ મૈં મૈંનો વીડિયો થયો વાઈરલ, તમે પણ ના જોયો હોય તો જોઈ લો…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા રાજ કપૂર (Raj Kapoor)ની 100મી જન્મજયંતિ નિમિત્તે હાલમાં જ મુંબઈમાં એક ઈવેન્ટમિં આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આવા જ આ વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં કપૂર ખાનદાનના ચિરાગ રણબીર કપૂર (Ranbir Kapoor) અને પરિવારના જમાઈ સૈફ અલી ખાન (Saif Ali Khan)વચ્ચે કોઈ વાતે તૂ તૂ મૈં મૈં ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. ચાલો જોઈએ આખરે શું છે મામલો-
સૈફ અલી ખાન અને કરિના કપૂર બંને એક સાથે સ્ક્રીનિંગ પર પહોંચ્યા હતા. જ્યાં પહેલાંથી જ આલિયા ભટ્ટ, રણધીર કપૂક, બબિતા, નીતૂ કપૂક, રિદ્ધિમા કપૂર-સહાની અને કરિશ્મા કપૂક સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક જાણીતી હસ્તીઓ પહોંચી હચી. આ ઈવેન્ટમાં મહેશ ભટ્ટ, રેખા, કાર્તિક આર્યન, શરવરી, સંજય લીલા ભણસાલી, ફરહાન અખ્તર, પદ્મિની કોલ્હાપૂરી, વિક્કી કૌશલ, સોની રઝદાન, શાહીન ભટ્ટ પણ પહોંચ્યા.
આ પણ વાંચો: સૈફ અલી ખાને રાહુલ ગાંધીના કર્યા વખાણ, કહ્યું “તે બહાદુર નેતા અને તેણે જે કર્યું…
દરમિયાન જ આ ઈવેન્ટની રેડ કાર્પેમ્ટ મોમેન્ટ જેટલી મજેદાર રહી હતી એટલી જ ટેન્શનવાળી પણ જોવા મળી હતી. આ સમયનો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સૈફ અલી ખાન અને રણબીર કપૂર બંને વચ્ચે કોઈ મુદ્દે દલીલ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે અને સૈફ અલી ખાન ચિડાઈને રણબીર કપૂર સામેથી હાથ જોડીને નીકળી જાય છે.
જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો કે લોકોએ સોશિયલ મીડિયા પર રણબીર કપૂરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ રણબીર કપૂરને ખરી ખોટી સંભળાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. લોકોએ રણબીરને સંભળાવતા કહ્યું હતું કે ભાઈ એ છોટે નવાબ છે, એની સાથે આવું વર્તન કરવું તને ભારે પડશે તો વળી કેટલાક યુઝર્સે રણબીરની ક્લાસ લગાવતા કહ્યું હતું કે તમારે ત્યાં જીજાજી સાથે આવું વર્તન કરવામાં આવે છે?
આ પણ વાંચો: રણબીર કપૂર ફરી એક વાર બન્યો વરરાજા, જુઓ શાનદાર એન્ટ્રી
ખેર, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં આખરે રણબીર અને સૈફ વચ્ચે કયા મુદ્દે વાદ-વિવાદ થયો હતો એ તો જાણી શકાયું નથી, પરંતુ હા ચોક્કસ કોઈક વાત તો હશે નહીં તો હંમેશા કૂલ રહેતાં સૈફ અલી ખાનને ગુસ્સો આવે આ વાત થોડું અઘરું જ છે.