Rupali Ganguliને આવી ગયું ઘમંડ? Anupama સિરિયલની ડાહ્યી વહુ પર ભડકી રહ્યા છે ફેન્સ

ટીવી સિરિયલોમાં સૌથી વધુ જોવાતી અને લગભગ ત્રણેક વર્ષથી ટૉપ પોઝિશન પર રહેતી ટીવી સિરિયલ અનુપમાની અનુપમા એટલે અભિનેત્રી રૂપાલી ગાંગુલીના તેવર જોઈને ફેન્સ ભડકી ગયા છે.
પતિ વનરાજની બેવફાઈ અને અપમાન સામે માથું ઉચકીને પોતાનું જીવન નવેસરથી શરૂ કરનારા અનુપમા મહિલાઓમાં અતિ પ્રિય છે અને મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે, પરંતુ જે લોકો પોતાને પ્રેમ કરે, જેમને લીધે આપણે સફળ થયા તે ફેન્સ વિશે એલફેલ બોલવાની ભૂલ ટીવીની આ સમજદાર વહુ કરી બેઠી છે. તેનાં એક ઈન્ટરવ્યુની ક્લિપ વાયરલ થઈ રહી છે અને તેનો મદ અને તેની તોછડાઈ જોઈને ફેન્સ તેના પર રોષ વરસાવી રહ્યા છે.
એક શૉમાં હૉસ્ટ તેને પૂછે છે કે જે લોકો તમને ટ્રોલ કરે છે તેમના માટે શું કહેશો. ત્યારે અનુપમા અપમાનજનક રીતે કહે છે કે મને એ નથી સમજાતું કે લોકો આટલા નવરા કેમ હોય છે. એક ગાયનેકોલોજીસ્ટ (જેને તે ગાયની બોલે છે) તે કૉમેન્ટ કરતી હોય છે, મેસેજ કરતી હોય છે, તેની પાસે દરદી નથી? તે કહે તો હું દરદી મોકલી આપું.
તેનો આવો જવાબ ફેન્સ માટે આશ્ચર્ય જન્માવતો છે. ટ્રોલિંગ વિશે બોલતી રૂપાલીને ફેન્સે વધારે ટ્રોલ કરી છે. કોઈએ લખ્યું છે કે તેનાં ફેન્સ જેવી તે છપરી ભાષા બોલી રહી છે. તો કોઈ લખે છે કે તે ગાયનેકોલોજિસ્ટ લોકોના જીવ બચાવે છે, તેના વિશે આમ કેમ બોલી શકાય. એક યુઝરે એમ પણ લખ્યુ છે કે આમ કહી તમે તમારી ઈજ્જત લોકોની નજરમાંથી ઓછી કરી નાખી છે.
આજકાલ ફિલ્મ અને ટીવી સ્ટાર સોશિયલ મીડિયા દ્વારા પણ ભરપૂર કમાણી કરે છે. તમને જ્યારે લાઈક્સ મળે છે ત્યારે તે યુઝર્સ તમને સારા લાગે છે તો પછી ટ્રોલ કરનારાઓ નવરા શા માટે છે.