જયા બચ્ચનના વાઈરલ વીડિયો પર 'અનુપમા'એ આપી પ્રતિક્રિયા, કહ્યું, આશા રાખું કે…

જયા બચ્ચનના વાઈરલ વીડિયો પર ‘અનુપમા’એ આપી પ્રતિક્રિયા, કહ્યું, આશા રાખું કે…

અનુપમા બનીને કરોડો દિલો પર રાજ કરનારી ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રૂપાલી ગાંગુલી દેશ-વિદેશના મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરે છે અને આ સિવાય તેની પર્સનલ લાઈફને કારણ પણ ચર્ચામાં રહે છે.

હવે ફરી એક વખત રૂપાલી ગાંગુલી ચર્ચામાં આવી છે અને આ વખતે કારણ છે જયા બચ્ચન. બોલીવૂડ એક્ટ્રેસ અને સપાનાં સાંસદ જયા બચ્ચનના વાઈરલ વીડિયો પર કમેન્ટ કરી હતી. આવો જોઈએ રૂપાલીએ શું કહ્યું-

હાલમાં જ જયા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં તેઓ એક માણસને ધક્કો મારતી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા જયા બચ્ચન સાથે એક વ્યક્તિએ સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો અને એક્ટ્રેસને આ વાત ખાસ પસંદ નહીં આવી. હવે રૂપાલી ગાંગુલીએ આ મામલે પોતાની રાય આપી છે.

રૂપાલીએ આ મામલે વાત કરતાં જણાવ્યું હતું કે જયાજીને જોઈને… જયાજીને જોઈને હું… કોરા કાગઝ ફિલ્મ કરી હતી એમણે મારા પપ્પા સાથે. આ ફિલ્મ માટે પપ્પાને નેશનલ એવોર્ડ મળ્યો હતો. જયાજીનું કામ જોઈને, કોરા કાગઝ જોઈને જ હું એક્ટિંગ શીખી છું. આશા કરું છું તેમની પાસેથી હું આ વર્તન ના શીખું.

અત્રે ઉલ્લેખનીય છે કે બોલીવૂડ એક્ટ્રેસ અને કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનોતે પણ જયા બચ્ચનના આ વીડિયો પર તંજ કસતા એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં કંગનાએ જણાવ્યું હતું તે સૌથી વધુ બગડેલી અને વિશેષ અધિકાર ધરાવતી મહિલા. લોકો એના નખરા અને ગેરવર્તણૂક માત્ર એટલા માટે સહન કરે છે

કારણ કે તે અમિતાભ બચ્ચનની પત્ની છે. સપાની ટોપી તેમના માથા પર કૂકડાની કલગી જેવી લાગે છે અને તેઓ ખુદ લાલ ટોપી પહેરીને કોઈ લડાકુ કૂકડા જેવા દેખાઈ રહ્યા છે. કેટલા શર્મની વાત છે.

જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે જયા બચ્ચન કોઈ સાથે જાહેરમાં બાખડી પડ્યા હોય કે ગુસ્સો કર્યો હોય. આ પહેલાં પણ તેઓ અનેક વખત આવું કરી ચૂક્યા છે અને પોતાના આવા વર્તનના કારણે જ તેઓ ટ્રોલ્સના નિશાના પર આવી જાય છે.

આ પણ વાંચો…જયા બચ્ચન ફરી વિવાદમાં: સેલ્ફી લેવા ગયેલા યુવકને ધક્કો મારતો વીડિયો વાયરલ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button