મનોરંજન

રૂબીના દિલાઈકે પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી

તસવીરો શેર કરી બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો

લોકપ્રિય ટીવી અભિનેત્રી રૂબીના દિલાઈક તેની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. ઘણા વાયરલ વીડિયોમાં તેનો બેબી બમ્પ પણ જોવા મળ્યો હતો. જો કે, હવે આ કપલે ખુદ ફેન્સ સાથે ખુશખબર શેર કરી છે.

હા, રૂબીના દિલાઇકે તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અભિનવ સાથે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. આ કપલે ઘણી તસવીરો શેર કરી અને સારા સમાચાર આપ્યા કે બંને પેરેન્ટ્સ બનવાના છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં જોઈ શકાય છે કે રૂબીના તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કપલે બેબી બમ્પ પર હાથ વડે અનેક પોઝ આપ્યા છે. ‘છોટી બહુ’ના ચહેરા પર પ્રેગ્નન્સીની ચમક સ્પષ્ટ દેખાય છે.

તસવીરોમાં એક તરફ રૂબીના દિલાઇક બ્લેક ટી-શર્ટ, પેન્ટ અને જેકેટમાં જોવા મળી રહી છે તો બીજી તરફ અભિનવ સફેદ હૂડી અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. આ લુકમાં બંને ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યા છે. પોતાના ચાહકો સાથે આ ખુશખબર શેર કર્યા પછી બંનેની ખુશીની કોઈ સીમા નથી. ફોટો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે-જ્યારથી અમે ડેટિંગ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી અમે વચન આપ્યું હતું કે અમે સાથે મળીને દુનિયાને એક્સપ્લોર કરીશું. અમે લગ્ન કરી લીધા છે અને હવે અમે આ બધું પરિવાર સાથે કરીશું. અમે ટૂંક સમયમાં નાના મહેમાનનું સ્વાગત કરશું!

આ પહેલા મીડિયા રિપોર્ટમાં રૂબિના દિલાઈકના નજીકના મિત્રએ તેની પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી હતી. અભિનેત્રી સાથે સંકળાયેલા એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે રૂબીના અને અભિનવ આવતા વર્ષે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રૂબીના દિલાઈક ચાર મહિનાની ગર્ભવતી છે.


રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લાએ એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 6 વર્ષ દરમિયાન, બંનેએ તેમના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે બંને વચ્ચે બધુ બરાબર છે. બંને માતા-પિતા બનવાની આ સફરનો આનંદ માણી રહ્યાં છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button