ટીવીની સંસ્કારી બહુએ ટુ-પીસમાં પોઝ આપીને વધાર્યો ઈન્ટરનેટનો પારો…

ટચૂકડા પડદાની સંસ્કારી બહુ રૂબિના દિલૈકનું નામ સૌથી ટોપ પર છે. ડેલી સોપ હોય કે રિયાલિટી ટીવી શો રૂબિનાએ પોતાની અદાકારીથી એમાં જાન ફૂંકે છે. એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં રૂબિનાએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરનાર રૂબિના સુંદરતા અને હોટનેસના મામલામાં સૌથી આગળ છે.
સોશિયલ મીડિયા પર પણ રૂબિના એક્ટિવ રહે છે અને અને તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કર્યા હતા, જે જોઈને ફેન્સના હોંશ ઉડી ગયા હતા. આવો જોઈએ શું છે ખાસ રૂબિનાના ફોટોમાં…
આપણ વાંચો: રિયાલિટી ટીવી શો બાદ આ ક્યુટ કપલ એન્જોય કરી રહ્યું છે વેકેશન, ફોટો થયા વાઈરલ…
હાલમાં સોશિયલ મીડિયા પર રૂબિના દિલૈકના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એક્ટ્રેસનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. રૂબિના આ ફોટોમાં ટુ પીસ બિકીનીમાં ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. રૂબિના રિયલ લાઈફમાં જોડિયા બાળકોની માતા છે, પણ ફેન્સને તેનો આવો હોટ અવતાર પહેલાં ક્યારેય નથી જોવા મળ્યો.
રૂબિના દિલૈત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. શક્તિ અસ્તિત્વ કે અહેસાસ અને છોટી બહુ જેવી અનેક ટીવી સિરિયલથી ફેન્સના દિલો પર રાજ કરનારી રૂબિના રિયલ લાઈફમાં કેટલી હોટ છે એનો અંદાજો તેના આ વાઈરલ ફોટો પરથી આવે છે.
આપણ વાંચો: અનુપમાના અનુજની પત્ની જોવા મળશે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં?
રૂબિનાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી શેર કરેલાં ફોટોમાં તે બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે અને સ્વિમિંગ પૂલમાં કાતિલ અદાઓથી ફેન્સના દિલ જિતી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. એક્ટ્રેસની આ હોટનેસ જોઈને ફેન્સની હાર્ટબીટ વધી ગઈ છે અને તેઓ એક સેકન્ડ માટે પણ પોતાની નજર હટાવી શક્યા નહોતા.

જોકે, આ પહેલી વખત નથી કે રૂબિના દિલૈકના બિકીની ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હોય. આ પહેલાં પણ તે અનેક વખત પોતાની સિઝલિંગ અંદાઓથી લાઈમલાઈટ ચોરી લીધી હોય. અનેક પોપ્યુલર ટીવી સિરીયલ સિવાય રૂબિનાએ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-14માં ભાગ લીધો હતો.
એટલું જ નહીં તેણે આ સિઝનમાં ટ્રોફી જિતી હતી. આ સિવાય તે ઝલક દિખ લા જા-10, ખતરોં કે ખિલાડી- 12માં કામ કરી ચૂકી છે. હાલમાં તે લાફ્ટર શેફ સિઝન ટુમાં જોવા મળી રહી છે અને બેટલ ગ્રાઉન્ડ જેવા ઓટીટી રિયાલિટી ટીવી શોનો પણ હિસ્સો રહી ચૂકી છે.