રૂબિના દિલૈકની આ નાનકડી ઢબૂડીએ જિતી લીધું દિલ… જુઓ એવું તે શું કર્યું?
ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક છેલ્લાં કેટલાય સમયથી ટીવી સિરીયલથી દૂર છે અને પોતાનું પૂરું ધ્યાન પોતાની બંને દીકરી અને પરિવાર પર કેન્દ્રિત કરી રહી છે. જોકે, એક્ટ્રેસ પોતાના પોડકાસ્ટના માધ્યમથી ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. રૂબિનાએ હાલમાં નવરાત્રિમાં જ પોતાની બંને દીકરીઓ એધા અને જીવાના ફેસ રિવીસ કર્યા હતા. હવે કપલનો વધુ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને આ દરમિયાન નાનકડી ઢબુડીએ કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
રૂબિના દિલૈક અને અભિનવ સિન્હાની દીકરીનો આ ફોટો એક ફેને શેર કર્યો છે. આ ફોટોમાં અભિનવ અને રૂબિના પોતાની દીકરીઓને તેડીને ઊભા છે અને આ જ ફોટોમાં એક દીકરી પપ્પાની નકલ કરતાં પોતાના નાના નાના હાથથી પ્રણામ કરતી જોવા મળી રહી છે બીજી દીકરી થોડી અસમંજસમાં લાગી રહી છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ આ ફોટોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અનેક યુઝર આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટ્સના માધ્યમથી પ્રેમ વરસાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રિના પહેલાં જ દિવસે રૂબિના અને અભિવને પોતાની બંને દીકરીઓના ફેસ સોશિયલ મીડિયા પર રીવિલ કર્યા હતા. દીકરીઓના જન્મના 11 મહિના બાદ કપલે ફેન્સને જીવા અને એધાની એક ઝલક શેર કર્યા હતા.
રૂબિના અને અભિનવે 2018માં લગ્ન કર્યા હતા અને બંને જણે સલમાન ખાનના શો બિગ બોસ 14મી સિઝનમાં ભાગ લીધો હતો અને એ સમયે બંને જણે પોતાના રિલેશનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. શો પર બંને જણે જણાવ્યું હતું કે બંનેનો સંબંધ ખૂબ જ મુશ્કેલ તબક્કામાં હતો અને તૂટવાની કગાર પર હતો. આ સંબંધને બચાવવા માટે બંને જણે 6 મહિનાનો સમય આપ્યો હતો અને આ જ કારણે તેમણે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લીધી હતી. પરિણામ એ આવ્યું કે કપલ આજે પણ સાથે અને જુડવા બાળકીઓના પેરેન્ટ્સ છે.