Bigg Boss 19: સલમાન ખાનના ફેન્સ માટે આવ્યા માઠા સમાચાર, વાંચીને થશે નિરાશ…

રિયાલિટી ટીવી શો બિગ બોસ-19 (Bigg Boss 19) હાલમાં ખૂબ જ ચર્ચામાં રહે છે. આ શોની એક અલગ ફેનફોલોઈંગ છે. ફેન્સ આખુ અઠવાડિયુ ઘરવાળાઓની ભસડ અને ઝઘડા જોયા પછી ખૂબ જ આતુરતાપૂર્વક વીક-એન્ડ કા વારની રાહ જોતાં હોય છે, કારણ કે આ જ દિવસે ભાઈજાન એટલે કે સલમાન ખાન આવીને ઘરવાળાઓની ક્લાસ લગાવે છે.
જો તમે પણ આજે વીક એન્ડ કા વારની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તમારે નિરાશ થવું પડશે, કારણ કે આ વખતે વીક એન્ડ કા વાર સલમાન ખાન નહીં પણ જાણીતા ડિરેક્ટર રોહિત શેટ્ટી હોસ્ટ કરશે. ચેનલ દ્વારા આ એપિસોડના પ્રોમો રિલીઝ કર્યા છે, જેમાં રોહિત શેટ્ટીના તીથા તેવર જોવા મળી રહ્યા છે.
આપણ વાચો: યુટ્યૂબર મૃદુલ તિવારી ‘બિગ બોસ 19’માંથી બહાર! ફેન્સે શો પર લગાવ્યો ‘બાયસ્ડ’ હોવાનો આરોપ…
સલમાન ખાન હાલમાં કોન્સર્ટ ખાતે દોહા પહોંચ્યો છે, જેને કારણે તે આજે વીક-એન્ડ કા વાર નહીં હોસ્ટ કરી શકે. આ અગાઉ પણ અનેક વખત એવું બન્યું છે કે સલમાન ફિલ્મોના શૂટિંગને કારણે વીક એન્ડ કા વાર હોસ્ટ નહોતો કરી શક્યો.
સામાન્યપણે આવી સ્થિતિમાં ફરાહ ખાન કે કરણ જોહર વીક એન્ડ કા વાર હોસ્ટ કરે છે પરંતુ આ વખતે સલમાન ખાનની ગેરહાજરીમાં રોહિત શેટ્ટી શો હોસ્ટ કરવા માટે આવ્યો છે. જોકે, રોહિત શેટ્ટીએ ફેન્સને સલમાન ખાનની બિલકુલ કમી નથી વર્તાવા દીધી.
આપણ વાચો: મ કપૂરે ‘બિગ બોસ 19’માં ભાગ લેવા અંગે મૌન તોડ્યું: 20 કરોડ મળે તો પણ…
રોહિત શેટ્ટીએ આવતા જ અમાલ મલિક અને ઘરવાળાઓની ક્લાસ લગાવી હતી. સોશિયલ મીડિયા પર પ્રોમોનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત શેટ્ટી ગૌરવ ખન્નાની કેપ્ટન્સી અને મૃદુલ તિવારીના ઈવિક્શન પર વાત કરતો જોવા મળી રહ્યો છે. ફેન્સ પણ આ વીડિયો સામે આવ્યા બાદ પ્રતિક્રિયા આવી રહી છે. આ અઠવાડિયે ઘરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
અમાલ મલિક, શહેબાઝ અને શોના બીજા સ્પર્ધકે શહબાઝને કેપ્ટન્સીની દાવેદારી આપી પણ પોતાનો પક્ષ મૂકવાનો મોકો ન આપવા બદ્દલ બિગ બોસને બાયસ્ડ, અનફેર, ચીટર જેવા શબ્દોથી નવાજ્યા હતા. અમાલે તો કહ્યું કે જો આવું જ કરવું છે તો હું ઘર છોડીને જવા તૈયાર છું. રોહિત શેટ્ટીએ આવતા જ અમાલ મલિકને આવું કરવા માટે આડે હાથ લીધો હતો. અમાલની ઘર છોડી જવાની ધમકીનો જવાબ આપતા કહ્યું કે ખોલી નાખું કે દરવાજો? જેના જવાબમાં અમાલ નીચું જોઈ જાય છે.
રોહિત શેટ્ટી ગૌરવ ખન્નાના વર્તન સામે પણ સવાલ ઉઠાવતાં તેની રિયલ પર્સનાલિટી કઈ છે એવો સવાલ ઉપસ્થિત કર્યો હતો. જેની સામે અમાલે પણ ગૌરવ ખન્ના સાથે શોના હોસ્ટની સામે ઝઘડી પડ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ સિવાય રોહિત શેટ્ટીએ પીસ એક્ટિવિસ્ટ ફરહાના ભટ્ટના વખાણ કર્યા હતા. રોહિતે જણાવ્યું હતું કે ફરહાના એકલી જ છે જે સોલો રમી રહી છે. તો રાહ કોની જુઓ છો તમે પણ આ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા માટે તૈયાર થઈ જાવ…



