મનોરંજન

ધનશ્રી વર્માને ‘ગોલ્ડ ડિગર’ કહેવાથી શું તકલીફ? એંકરે પૂછ્યો પ્રશ્ન; રિતિકા સજદેહે લાઇક કરી પોસ્ટ…

ધનશ્રી વર્મા (Dhanashree Verma) અને યુઝવેન્દ્ર ચહલના (Yuzvendra Chahal) સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા છે. ધનશ્રી વર્માના છૂટાછેડા થયા ત્યારથી ચાહકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. તેમના છૂટાછેડાના સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે એવા પણ અહેવાલો છે કે ધનશ્રીએ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ લીધું છે. જોકે બંનેમાંથી કોઈએ પણ આ અહેવાલ પર પ્રતિક્રિયા આપી નથી. આ ચર્ચાની વચ્ચે રિતિકા સજદેહે (Ritika Sajdehe) કંઈક એવું કર્યું છે જેના કારણે ધનશ્રી વર્મા નિશાના પર આવી ગઈ છે.

શુભંકર મિશ્રાએ કરી વાત

ખરેખર, ધનશ્રી વર્માના ભરણપોષણના મામલાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ મુદ્દા પર દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે શુભંકર મિશ્રાએ પણ ધનશ્રી વર્મા કેસ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જ્યારે તેમણે તેમના શો દરમિયાન વાત કરી હતી કે “ધનશ્રીને પોતાનું બીજું જીવન શરૂ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ચહલના ફેન્સ તેને ટ્રોલ કરશે. આવી સ્થિતિમાં, જો પૈસા હશે તો તે સશક્તિકરણ આપશે. તાકાતનો અનુભવ કરાવશે.

આ પણ વાંચો : Yuzvendra Chahal એ Dhanshree Verma ને નાખી એવી ગૂગલી કે… વીડિયો થયો વાઈરલ…

ગોલ્ડ ડિગરથી વાંધો ન હોવો જોઇએ

yuzvendra chahal t shirt

તેમણે આગળ કહ્યું, ‘તો પછી જે ચહલ ‘Be Your Own Sugar Daddy’ લખેલું ટી-શર્ટ પહેરીને તમારી મજાક ઉડાવે છે અથવા જે લોકો તમને ગોલ્ડ ડિગર કહી રહ્યા છે, તમારે આવી બાબતોથી વધારે પરેશાન ન થવું જોઈએ કારણ કે તમે પૈસા લઈ રહ્યા છો.

રિતિકા સજદેહે લાઇક કરી પોસ્ટ

નોંધનીય છે કે શુભંકર મિશ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, તે ધનશ્રીને ભરણપોષણ લેવા બદલ ટોણો મારી રહ્યો છે અને તેને ગોલ્ડ ડિગર કહી રહ્યો છે. આ વીડિયોને રિતિકા સજદેહે લાઇક કર્યો હતો અને આથી ધનશ્રી વર્મા નિશાના પર આવી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button