રિષભ શેટ્ટીના નિવેદને બોલિવૂડ vs સાઉથ ફિલ્મની ચર્ચા જગાવી, યુઝર્સે રિષભને અરીસો બતાવ્યો
મુંબઈ: કનડા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એક્ટર અને ડાયરેક્ટર રિષભ શેટ્ટી(Rishab Shetty )એ હાલમાં આપેલા એક નિવેદન બાદ ફરી બોલિવૂડ (Bollywood) વવિરુધ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ડિબેટે જોર પકડ્યું છે. તાજેતરમાં, એક ઈન્ટરવ્યું દરમિયાન, રિષભે કહ્યું હતું કે તે તેના “રાષ્ટ્ર, રાજ્ય અને ભાષા” ને પોઝીટીવ લાઈટમાં રજૂ કરવામાં માને છે. બોલિવૂડ ભારતને નેગેટીવ લાઈટમાં રજુ કરે છે. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે.
રિષભે એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું કે, “ભારતીય ફિલ્મો, ખાસ કરીને બૉલીવુડ, ઘણીવાર ભારતને નકારાત્મક રીતે રજૂ કરે છે. આ કહેવાતી આર્ટ ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફેસ્ટીવલમાં રજુ થાય છે અને વિશેષ ધ્યાન મેળવે છે. મારા માટે, મારું રાષ્ટ્ર, મારું રાજ્ય અને મારી ભાષા મારા ગૌરવના સ્ત્રોત છે, હું તેમને વિશ્વ સમક્ષ સકારાત્મક પ્રકાશમાં રજૂ કરવામાં માનું છું, અને હું એ જ કરવાનો પ્રયત્ન કરું છું.”
આ નિવેદન બાદ બોલિવૂડ ચાહકો રિષભને ટ્રોલ કરી રહ્યા છે, અને રિષભની જ ફિલ્મના વાંધાજનક દ્રશ્યો શેર કરી તેને અરીસો બતાવી રહ્યા છે. X પર શેર કરવામાં આવેલા વિડીયોના કૅપ્શન લખવામાં આવ્યું કે, “ઋષભ શેટ્ટી તેની પોતાની ફિલ્મમાં.” ઋષભની તેની ફિલ્મ કંતારાની એક ક્લિપ શેર કરવામાં આવી હતી જેમાં તેણે કો-સ્ટાર સપ્તમી ગૌડાની કમર ચીટકો ભરે છે, ત્યાર બાદ જોરથી હસે છે.
એક યુઝરે લખ્યું કે, “એક બીજું દ્રશ્ય પણ જ્યાં અભિનેત્રી નહાતી હતી ત્યારે તેને ચોરી છુપે જુએ છે. એ જોવું ખેદજનક હતું. તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મ ખૂબ જ સારી હતી, પરંતુ ભારતીય સિનેમામાં જાતીય સતામણી ખૂબ સામાન્ય છે રીતે બતાવવામાં આવે છે.”
એક યુઝરે લખ્યું કે, રિષભ શેટ્ટી જેવા ઓવરરેટેડ અભિનેતાએ શાહરુખ ખાન પાસેથી શીખવું જોઈએ કે ભારતીય ફિલ્મ ઉદ્યોગને કેવી રીતે આગળ વધારવો અને તમામ પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગોને કેવી રીતે સમર્થન આપવું. એક પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગના વખાણ કરવા જ્યારે બીજાને વખોડવું એ માત્ર મૂર્ખતા અને ક્ષુદ્રતાની નિશાની છે.
એક યુઝરે લખ્યું કે, “આ વ્યક્તિએ એક હિટ મૂવી બનાવી છે અને હવે એ માની રહ્યો છે કે તે કોઈ સ્ટીવન સ્પીલબર્ગ છે. કાંતારા એક ઓવરહાઈપ મૂવી છે.”