સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ જીત્યા બાદ રિષભ શેટ્ટી રાજીના રેડ: ફેન્સને આપ્યો ખાસ મેસેજ
70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. ઋષભ શેટ્ટીને તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કંતારા’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત સંપૂર્ણ મનોરંજન પૂરી પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ પણ ‘કાંતારા’ને મળ્યો છે. હવે આ મોટી સફળતા બાદ ફિલ્મનો મુખ્ય અભિનેતા ઋષભ શેટ્ટી ખૂબ જ ઉત્સાહિત છે અને તેણે પોતાની જીતની ખુશી વ્યક્ત કરી છે. તેણે આ જીતનો શ્રેય તેના દર્શકોને આપ્યો છે. એમ પણ કહ્યું કે ફેન્સના સમર્થન અને જવાબદારીનો અહેસાસ કરાવે છે.
રિષભ શેટ્ટીએ પોતાના ફેન્સ માટે એક ખાસ મેસેજને શેર કર્યો છે. તેનું કહેવું છે , ‘કંતારા’ માટે નેશનલ એવોર્ડનું સન્માન મળવાથી હું ખૂબ જ ખુશ છું. આ સફરનો ભાગ બનેલા તમામનો, ઉત્તમ કલાકારોની ટીમ, ટેકનિશિયનોની ટીમ અને ખાસ કરીને હોમ્બલ ફિલ્મ્સનો હું દિલથી આભાર માનું છું. પ્રેક્ષકોએ આ ફિલ્મને સફળ બનાવી છે અને તેમના સમર્થનથી મને ખૂબ જ જવાબદાર અનુભવ થાય છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રીએ ત્રણ-ત્રણ એવોર્ડ માટે કચ્છ એક્સપ્રેસની ટીમને પાઠવ્યા અભિનંદન
હું મારા દર્શકો માટે વધુ સારી ફિલ્મો બનાવવા માટે સખત મહેનત કરવા માટે પ્રતિબદ્ધ છું. ખૂબ સન્માન સાથે, હું આ એવોર્ડ અમારા કન્નડ પ્રેક્ષકો, દૈવા નર્તક અને અપ્પુ સરને સમર્પિત કરું છું. હું ભગવાનનો આભાર માનું છું કારણ કે દૈવી આશીર્વાદથી અમે આ ખાસ ક્ષણ સુધી પહોંચ્યા છીએ.
ઋષભ શેટ્ટીની ‘કંથારા’ એમેઝોન પ્રાઇમ વિડિયો પર તેની મૂળ ભાષા કન્નડ સિવાય તમિલ, તેલુગુ અને મલયાલમમાં ડબ કરેલા વર્ઝનમાં સ્ટ્રીમ થઈ રહી છે. હિન્દી ડબ વર્ઝન Netflix પર ઉપલબ્ધ છે. ફિલ્મ ‘કંતારા’ની વાર્તા કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારની પૌરાણિક ગાથા પર આધારિત છે. આ 200 વર્ષ જૂની વાર્તા હત્યા, બદલો અને ન્યાયની વાર્તા કહે છે. એક યુવાન આદિવાસી તેના દાદાના મૃત્યુનો બદલો લે છે અને સમગ્ર સમાજને ન્યાય આપે છે. આ સમય દરમિયાન, કર્ણાટકના શાસ્ત્રીય આદિવાસી નૃત્યની ઝલક પણ જોઈ શકાય છે. ફિલ્મમાં બતાવવામાં આવેલ આદિવાસી સમુદાય જંગલોના રક્ષક છે અને લોકોને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાનો સંદેશ આપે છે.