ધૂમ ફિલ્મની અભિનેત્રી રિમી સેન પ્લાસ્ટિક સર્જરી કરાવી શેફાલી ઝરીવાલા બની ગઈ

80ના દાયકાની એક ફિલ્મ છે યે વાદા રહા…આ ફિલ્મમાં પૂનમ ધિલ્લોન અને ઋષી કપૂર એકબીજાના પ્રેમમાં હોય છે. એક્સિડેન્ટ થાય છે. પૂનમ ધિલ્લોન પર ડોક્ટર પ્લાસ્ટિક સર્જરી કરે છે, પણ તેનો ચહેરો બદલાઈ જાય છે અને હવે તે ટીના મુનિમ બની જાય છે. આ ફિલ્મનું ગીત તું…તું હૈ વહી…દિલને જીસે અપના કહા અને કહી ન જા…ઘણા ફેમસ થયા હતા. આ ફિલ્મની યાદ એટલા માટે આવી કે બોલીવૂડની એક હીરોઈને પોતાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. લોકો એમ માની રહ્યા છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને તેથી તેમે જાણે પોતાની ઓળખ ગુમાવી દીધી છે. કોઈ તેનાં ફોટા પરથી તેને ઓળખી શકતું નથી.

આ હીરોઈન છે ધૂમ, હંગામા, ગરમ મસાલા, ફીર હેરાફેરી જેવી હીટ ફિલ્મોમાં કામ કરી રહેલી રિમી સેન. રિમી ગણા સમયથી ફિલ્મોમાં દેખાઈ નથી, પરંતુ તેણે હાલમાં પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેનાં ફોટા જોઈ કોઈ તેને રિમી સેન માનવા તૈયાર નથી. નેટિઝન્સ તેને કાંટા લગા ગર્લ એટલે કે શેફાલી ઝરીવાલા કહે છે અથવા નિકી તંબોલી.

રિમીનો લૂક આખો ચેન્જ થઈ ગયો છે. તેણે શું કર્યું પોતાની સાથે તે તો તે જાણે, પણ તે હંગામાની ચુલબુલી કે ધૂમની નટખટ રિમી લાગતી નથી. તમે પણ જૂઓ ફોટા અને કહો કે તમને આ ચહેરો જોઈ કોણ યાદ આવે છે.
આ પણ વાંચો : Amitabh Bachchanનું નામ પોતાના નામની સાથે જોડાતા જ Jaya Bachchanએ આપ્યું આવું રિએકશન…

લોકોને તેનો આ નવો લૂક ગમ્યો ન હોય તેમ જણાઈ રહ્યું છે. સ્ટ્રીક્ટ ડાયેટ, કે પ્લાસ્ટિક સર્જરી કે અન્ય કોઈ નુસખા યુઝ કરી બોલીવૂડ સ્ટાર ઘણીવાર પોતાની કુદરતી સુંદરતા ગુમાવી દેતા હોય છે. રિમી સાથે આવું જ કંઈક થયું હોય તેમ જણાઈ રહ્યું છે.