મનોરંજન

આ છે Khatron Ke Khiladi – 14ની સૌથી ધનિક કન્ટેસ્ટંટ, તેની નેટવર્થ સાંભળીને તમે વિશ્વાસ નહીં કરો

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક રોહિત શેટ્ટી ટૂંક સમયમાં ખતરોં કે ખિલાડી સીઝન 14 લઇને આવી રહ્યા છે. આસિમ રિયાઝથી લઈને જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના શ્રોફ સુધીના નામ તેના સ્પર્ધકની યાદીમાં આવ્યા છે. આ શોમાં 12 હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આ બધા સ્પર્ધકોમાં સૌથી અમીર કોણ છે?

ખતરોં કે ખિલાડી 14 આ વખતે રોમાનિયામાં શૂટ થઇ રહ્યું છે. ખતરોં કે ખિલાડી 14માં એક એવી અભિનેત્રી છે જે ખૂબ જ અમીર છે અને તેણે સલમાન ખાનથી લઈને આમિર ખાન સુધી દરેક સાથે કામ કર્યું છે. શું તમે એ અભિનેત્રીનું નામ જાણો છો! અમે વાત કરી રહ્યા છીએ સુમોના ચક્રવર્તીની.

Read More: Kangana Ranaut ‘Thappad’કાંડ પર Chirag Paswanએ કહ્યું એ એક…

સુમોના ચક્રવર્તીએ બાળ કલાકાર તરીકે આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ ‘મન’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. સુમોના ચક્રવર્તીએ પછીથી સીરીયલ ‘કસમ સે’ સાથે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈ’થી લોકપ્રિયતા મેળવી. આ સીરીયલમાં તેણે રામ કપૂરની બહેનનું પાત્ર ભજવ્યું હતું. અત્યાર સુધી તેણે બે મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. પહેલી ફિલ્મ ‘બરફી’ અને બીજી સલમાન ખાનની ‘કિક’ ફિલ્મ છે. સુમોના ચક્રવર્તીને તેની કોમેડી માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે અને તે કપિલ શર્માના શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’માં પણ જોવા મળી હતી. તેણે કપિલ શર્માની ઓન-સ્ક્રીન પત્નીની ભૂમિકા ભજવી હતી.

Read More: આ વાતમાં મોમ Nita Ambaniને પણ પાછળ મૂકે છે Anant Ambani…

હવે સુમોના ચક્રવર્તી ટૂંક સમયમાં રોહિત શેટ્ટીના શો ‘ખતરોં કે ખિલાડી 14’માં પોતાનો જાદુ બતાવવા જઈ રહી છે. સુમોના ખૂબ જ વૈભવી જીવનનો આનંદ માણે છે. જો તેની નેટવર્થની વાત કરીએ તો તે 91 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મજબૂત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button