Aishawarya Rai-Bachchanના લૂક માટે આ શું બોલી ગઈ Richa Chadha?
![](/wp-content/uploads/2024/05/રાજકોટ-અગ્નિકાંડ-કૃષિમંત્રી-રાઘવજી-પટેલનું-નિવેદન_20240531_123606_0000.jpg)
બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઠ્ઠા (Bollywood Actress Richa Chadha) હાલમાં વેબ સીરિઝ હીરામંડી (Web Seires Heeramandi)ને કારણે અને તેને પ્રેગ્નન્સીને કારણે લાઈમલાઈટમાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયા પર છેલ્લાં કેટલાક સમયથી રિચાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના લૂક પર કમેન્ટ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ઐશ્વર્યાની સુંદરતા વિશે વાત કરતી જોવા મળી રહી છે. આવો જોઈએ આખરે એવું કે શું કહ્યું રિચા ચઠ્ઠાએ…
વાઈરલ થઈ રહેલો રિચા ચઠ્ઠાનો આ વીડિયો ગયા વર્ષનો છે અને એ સમયે તેણે એક શો પર ઐશ્વર્યા રાય બચ્ચનની ટ્રોલિંગ પર વાત કરતી જોવા મળી હતી. તેણે કહ્યું હતું કે લોકો ઐશ્વર્યા રાય-બચ્ચનની ઈર્ષ્યા કરે છે, અને એને કારણે જે તેમને બોડીશેમ કરવામાં આવે છે.
આ વીડિયોમાં આગળ રિચાને પૂછવામાં આવે છે કે ઐશ્વર્યાએ પેરિસ ફેશન વીકમાં ગઈ હતી અને ત્યાં તેણે રેમ્પ વોક કર્યું હતું એ સમયે તેના કેટલાક ફોટો સામે આવ્યા હતા. જેને જોઈને લોકોએ એને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું… સવાલ પૂરો થતાં જ રિચાએ કહ્યું જી હા, લોકોને એમને જોઈને બળતરા થાય છે, જેલસી થાય છે… તો નહીં તો શું કદ્દુ જેવી શક્લ સાથે તે હિંદુસ્તાનના ઈતિહાસની સૌથી સુંદર મહિલા છે અને મને લાગે છે કે તે ખૂબ જ ડિસિપ્લિન, ગ્રેસ ફૂલ છે. તમે જુઓ એ ક્યારેય કોઈના વિશે ખરાબ નથી બોલતી, ટીકા નથી કરતી, મને ખૂબ જ ગમે છે…
અત્રે ઉલ્લેખનીય છે કે રિચા ચઠ્ઠા (Richa Chadha) પોતાની એક્ટિંગ જ નહીં પણ પોતાના બેબાક અંદાજ અને રાયને કારણે પણ પ્રખ્યાત છે. તે કોઈ પણ મુદ્દા પર પોતાની રાય રાખે છે પછી કોઈને સારું લાગે કે કોઈને ખરાબ લાગે. હંમેશા પોતાની વાતો અને જવાબોથી રિચા ટ્રોલ્સની બોલતી બંધ કરાવી દે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તે વેબ સીરિઝ હીરામંડીમાં જોવા મળી હતી અને આ સીરિઝ ઓટીટી પર સક્સેસફૂલ રહી હતી. રિચા સિવાય આ સીરિઝમાં મનિષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, અદિતી રાવ હૈદરી, સંજીદા શેખ, શર્મિલ સહગલ મહેતા અને તાહા શાહા બદુશા જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.