૪૪ વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેરને લઈ અભિનેત્રી લાઈમલાઈટમાં રહી પણ

બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ તેમની ઉંમર કરતા મોટી ઉંમરના લોકો સાથે અફેર ધરાવતી હતી, તેમાંથી ઘણાનો પરિવાર સુખી હતો. પરંતુ એક અભિનેત્રી એવી પણ છે જેનું અફેર તેના કરતા ૪૪ વર્ષ મોટા દિગ્દર્શક સાથે થયું હતું. એટલું જ નહીં બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ એક્ટ્રેસના બોયફ્રેન્ડના મોત બાદ તેની આખી દુનિયા ફરી ગઈ હતી. અભિનેત્રીને ઘણી રાત જેલમાં વિતાવવી પડી હતી. હવે આ મામલે અભિનેત્રી માટે રાહતના સમાચાર છે. જે આરોપોને કારણે અભિનેત્રીને જેલમાં રાતો વિતાવવી પડી હતી તે આરોપો હવે સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે. જોકે, ફિલ્મોમાં પ્રસિદ્ધિ બહુ ઝડપથી આવે છે એવું જ કંઈક અભિનેત્રીના જીવનમાં બન્યું હતું, પણ બધુ ક્ષણિક હતું. મૂળ વાત કરીએ વિસ્તૃતથી.

આ પણ વાંચો: સુશાંત સિંહ મૃત્યુ કેસ: દિશા સાલિયાનના મોતનો કેસ ખૂલ્યો જ્યારે રિયા ચક્રવર્તીને મળી ક્લિન ચીટઃ જાણો વિગતવાર
પોલીસે હત્યા અને આત્મહત્યાની તપાસ શરુ કરી
મૂળ વાત કરીએ અભિનેત્રી રિયા ચક્રવર્તીની. રિયાએ પોતાની કરિયરમાં અત્યાર સુધીમાં 15થી વધુ ફિલ્મ અને સિરિયલમાં કામ કર્યું છે. સીબીઆઈએ શનિવારે રિયાના બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જે મુજબ રિયા ચક્રવર્તી પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા સાબિત થયા છે. રિયા ચક્રવર્તી તેના કરિયર કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહી છે. 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો ઘણી બાબતો સામે આવી. પોલીસે હત્યા અને આત્મહત્યા અંગે તપાસ શરૂ કરી હતી.
પોલીસને શંકા ગયા પછી 27 દિવસ જેલમાં વીતાવ્યા હતા
સૌથી પહેલા રિયા ચક્રવર્તીને નિશાન બનાવવામાં આવી હતી. રિયા અને સુશાંત બંને ડેટિંગ કરી રહ્યા હતા અને થોડા સમય પછી સુશાંત સિંહે આત્મહત્યા કરી લીધી. જે બાદ રિયા પર શંકા વધી અને પોલીસે તેને કસ્ટડીમાં લીધી. લગભગ 27 દિવસ જેલમાં રહ્યા બાદ રિયાને જામીન મળી ગયા. હવે આ કેસમાં સીબીઆઈએ રિયા ચક્રવર્તીને આરોપોમાંથી મુક્ત કરી દીધી છે. રિયા પર સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. હવે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટમાં આ દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: “કોઇ જ જવાબદાર નહિ” સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ
44 વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેરના સમાચાર

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તીના જીવનમાં મોટું તોફાન આવ્યું હતું. રિયાની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી. જેમાં રિયા તેના કરતા 44 વર્ષ મોટા ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે જોવા મળી હતી. આમાંની એક તસવીરમાં મહેશ ભટ્ટ પણ રિયાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ તસવીરો વાયરલ થતાં જ લોકોએ દાવો કરવાનું શરૂ કરી દીધું હતું કે બંનેનું અફેર હતું. જોકે, રિયાએ આ અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી હતી અને મહેશ ભટ્ટને પિતા સમાન ગણાવ્યા હતા. એટલું જ નહીં, મહેશ ભટ્ટે રિયાને તેના મુશ્કેલ દિવસોમાં ખુલ્લેઆમ સાથ આપ્યો હતો.
બોયફ્રેન્ડના મૃત્યુ પછી કરિયર ડૂબી ગઈ
તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીએ વર્ષ 2012માં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ડાયરેક્ટર એમએસ રાજુની ફિલ્મ ‘તુનેગા-તુનેગા’ સાઉથની ફિલ્મ હતી અને તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રિયાએ હિરોઈન તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પછી રિયાએ વર્ષ 2013માં બોલિવૂડ ફિલ્મ ‘મેરે ડૅડ કી મારુતિ’ થી કરવાનું શરૂ કર્યું. વર્ષ 2014માં સોનાલી કેબલ નામની ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ પછી તેણે મેન્સ વર્લ્ડ, લવ શોટ્સ અને હાફ ગર્લફ્રેન્ડ જેવી ફિલ્મોમાં કામ કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી.
અગાઉ રિયા ફિલ્મ ‘જલેબી’માં પણ જોવા મળી
રિયા 2018માં ફિલ્મ ‘જલેબી’માં પણ જોવા મળી હતી. જો કે, કોવિડ 2019માં આવ્યો અને 2020 માં રિયાના બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી. આ કેસ પછી એવું લાગી રહ્યું હતું કે રિયાનું કરિયર ડૂબી ગયું છે. વિવાદોને કારણે રિયાને કોઈ ફિલ્મ ન મળી. હવે રિયા લાંબા સમયથી મોટા પડદા પર પરત ફરવાની રાહ જોઈ રહી છે અને આ દિવસોમાં રિયાલિટી શો રોડીઝમાં જોવા મળી રહી છે.