મનોરંજન

Call me Bae: નવી કલરફૂલ બોટલ, પણ દારૂ એનો એ જ ને એમાં પણ નશો ચડે તેની ગેરંટી નથી

ઘણી ફિલ્મો કે વેબસિરિઝ તેની કાસ્ટિંગ અને માર્કેટિંગથી સમજાઈ જતી હોય છે. સ્ટારકિડ અનન્યા પાંડેને લઈને બનાવાયેલી ઓટીટી સિરિઝ Call me Baeના પૉસ્ટરથી લઈ ટ્રેલરથી સમજી શકાય કે આ સિરિઝ ક્યા જૉનરને ટાર્ગેટ કરી શકે તેમ છે. અનન્યાની સિરિઝ પણ આજની જનરેશનને ગમશે તેમ માનવામાં આવતું હતું, પણ આ તો સ્ટ્રગલ સ્ટોરી છે અને તે પણ ખાસ નવીં નહીં.

આ પણ વાંચો: આલિયાનો ‘લેડી બોસ’ લુક છવાયોઃ પેન્ટ સૂટ પહેરીને આલિયાએ કર્યા ઘાયલ

સિરિઝની વાર્તાની વાત કરીએ તો બેલા નામની એક ખૂબ જ શ્રીમંત પરિવારની દિલ્હીની છોકરીના લગ્ન ધામધૂમથી થાય છે. લાઈફ મસ્ત જતી હોય છે પણ ત્યાં બેલાનું એક પ્રેમ પ્રકરણ બહાર આવે છે અને તેનાં જીવનમાં ભૂકંપ આવે છે. પરિવાર તેને તરછોડે છે અને તે મુંબઈમાં જઈને મિડલ ક્લાસ લાઈફ જીવે છે અને સ્ટ્રગલ કરી પોતે ખરેખર કેવી છે તે રિયલાઈઝ કરે છે.
બેલાનું સ્ટ્રગલ, તેને મળતા મેટર્સ, મુંબઈની અમુક વાતો બધુ જ ડ્રામેટિક અને જૂનું છે. સિરિઝમાં અમુક પાત્રો અન્ડર ડેવલપ્ડ છે તો અમુકને વધારે હાઈપ કરવામાં આવ્યા છે. બેલાના પાત્રમા અનન્યા ફીટ બેસે છે, પણ તેની અભિનય ક્ષમતા એક મર્યાદાએ આવીને અટકી જાય છે.

આ પણ વાંચો: Viral Video: ઈવેન્ટમાં પહોંચેલા સલમાન ખાને કર્યું કંઈક એવું કે…

અનન્યા સિવાયના પાત્રો ગુફતેહ પિરઝાદા, વરૂન સૂદ, મીની માથૂર, સાયરા અલી બધાએ પણ સારો અભિનય કર્યો છે. ફિલ્મ એકદમ ફેનનેબલ અને સ્ટાલિસ્ટ લોકોને ગમે તેવી છે. વિઝ્યુઅલી ફિલ્મ ઘણી સારી બની છે, પણ નબળી વાર્તા તમને દરેક એપિસૉડમાં અકળાવશે. કૉલિન ડી કુન્હાએ વાર્તાનો મિજાજ જાળવી રાખ્યો છે પણ નેરેટિવ નબળું હોવાથી તેનો ફાયદો ખાસ થયો નથી.

આ પણ વાંચો: Thangalaan Movie Review: મનોરંજન નથી પીરસતી, છતાં ફિલ્મ જોવાલાયક છે

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?