કાળા કપડાંમાં કોણ છૂપી રીતે Mahakumbh-2025? બોલીવૂડમાં મેળવી છે નામના…
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ પ્રયાગરાજમાં યોજાઈ રહેલાં મહાકુંભની જ ચર્ચા ચાલી રહી છે. રાજકારણીઓથી લઈને મોટા મોટા ફિલ્મ સ્ટાર અને દિગ્ગજ હસ્તીઓ સંગમ પર ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે મહાકુંભમાંથી એક વીડિયો સામે આવી રહ્યો છે જેમાં બોલીવૂડના જાણીતી હસ્તી કાળા કપડાંમાં મોઢું છુપાવતાં છુપાવતા કુંભ પહોંચી હોવાનું જોવા મળી રહ્યું છે. આ સેલિબ્રિટીને પહેલાં તો લોકો ઓળખી જ નહોતા શક્યા, પરંતુ બાદમાં લોકો તેમને ઓળખી ગયા હતા. આવો જોઈએ આખરે કોણ છે આ સેલિબ્રિટી અને કેમ તે આ રીતે મહાકુંભ પહોંચી હતી-
આ સેલિબ્રિટી બીજું કોઈ નહીં પણ બોલીવૂડના જાણીતા કોરિયોગ્રાફર, એક્ટર અને ડિરેક્ટર રેમો ડિસોઝા (Remo D’Souza)છે. રેમોએ આ રીતે ચોરી-છુપીને મહાકુંભની મુલાકાત લેતાં જ ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે. રેમોએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રેમો કાળા રંગના કપડાં અને મોઢું કવર કરીને કુંભમાં પહોંચેલો જોવા મળે છે. દરમિયાન રેમોએ બોટ રાઈડ અને સંગમમાં ડૂબકી મારી હતી. આ વીડિયો શેર કરતાં રેમોએ કેપ્શનમાં લખ્યું હતું કે હરહર ગંગે, મહાકુંભ-2025, ઉત્તર પ્રદેશ ટૂરિઝમ, પ્રયાગરાજ અને તેણે હાર્ટના ઈમોજી શેર કર્યા છે.
રેમોએ વીડિયો શેર કરતાં જ તે ગણતરીની સેકન્ડમાં વાઈરલ થઈ ગયો હતો અને અત્યાર સુધીમાં તો લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ તેના પર કમેન્ટ કરીને વ્હાલ વરસાવ્યું છે. અહીંયા તમારી જાણ માટે કે રેમો ડિસોઝા મૂળ હિંદુ છે અને તેનું નામ રમેશ ગોપી નાયર છે. બીજી એપ્રિલ,1974ના કેરળના પાલક્કાડ ખાતે જન્મેલા રેમોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ડાન્સની દુનિયામાં રેમો ડિસોઝા તરીકે જ નામના મેળવી છે.
આ પણ વાંચો: કપિલ શર્મા, રાજપાલ યાદવ સહિત ચારને મારી નાખવાની ધમકીઃ જાણો વિગતો
ઈન્ડસ્ટ્રીના આ જાણીતા કોરિયોગ્રાફરનો ભારત સાથે ગાઢ સંબંધ છે. મળતી માહિતી મુજબ રેમોનો ઉછેર ગુજરાતના જામનગર ખાતે થયો છે, અહીં તેમના પિતા વાયુસેનામાં ફરજ બજાવતા હતા. બાળપણથી જ રેમોને ડાન્સનો શોખ હતો, પરંતુ તેમણે ક્યારેય એની પ્રોફેશનલ ટ્રેનિંગ નથી લીધી. દુનિયાના જાણીતા ડાન્સર અને પોપસિંગર માઈકલ જેક્સનને જોઈને જ તેમને ડાન્સર બનવાની પ્રેરણા મળી હતી.