આ વાત યાદ કરીને Rani Mukharjeeની આંખમાં આવી જાય છે આસું
બોલીવૂડની ખંડાલા ગર્લ કે મર્દાની રાણી મુખરજીએ ગઈકાલે પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો. યશરાજ ચોપડાની વહુ ફિલ્મી કરિયર અને પર્સનલ લાઈફમાં બેલેન્સ રાખી રહી છે, પરંતુ એક વાત છે કે તેને સતત પજવી રહી છે. રાણી અભિનેત્રી હોવાની સાથે એક સ્ત્રી અને માતા છે અને આથી તે આ વાતે તે દુઃખી થાય તે સમજી શકાય છે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રાણીએ કહ્યું હતું કે તે બીજી વખત માતા ન બની શકી તે વાતનું તેને ખૂબ જ દુઃખ છે. રાણીએ દિલ ખોલીને વાત કરતા જણાવ્યું હતું કે મારું પહેલું સંતાન મારી પુત્રી અદીરા છે. અદીરા 8 વર્ષથી થવા જઈ રહી છે ત્યારે હું તેને નાનો બાઈ કે બહેન ન આપી શકી તેનું મન દુઃખ છે.
આ પણ વાંચો…
શૉકિંગ સિક્રેટઃ એક સમયે રાણી મુખરજીએ કાજોલ સાથે વાતચીત બંધ કરી હતી
આ સાથે રાણીએ એમ પણ જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન તે બીજીવાર પ્રેગનન્ટ થઈ હતી, પરંતુ ડોક્ટરના કહેવાથી હેલ્થ ઈસ્યુને કારણે તેણે અબોર્શન કરાવવું પડ્યું હતું. અબોર્શનની વાત યાદી કરી રાણી દુઃખી થઈ જાય છે. રાણીએ જણાવ્યું હતું કે મારી ઉંમરની મહિલા માટે માતા બનવું સહેલું નથી. ઘણી તકલીફોથી પસાર થવું પડે છે. મારી ઘણી ઈચ્છા હતી કે હું બીજીવાર મા બનું પણ શક્ય બન્યું નથી. જોકે તેણે એમ પણ કહ્યું કે હું જીવનમાં એક વાત શિખી છું કે જે મળ્યું તેનાથી ખુશ થવું જોઈએ. રાણી હાલમાં એક બુક લખી રહી છે જેમાં તેના જીવનની અંતરંગ વાતો તે લોકો સમક્ષ લાવશે.