આમચી મુંબઈમનોરંજન

Anantના લગ્ન બાદ Mukesh Ambaniને મોટા દીકરા Akash Ambaniએ આપી Good News…

અંબાણી પરિવારમાં હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)ના શુભ પ્રસંગ સંપન્ન થયો અને આ બધા વચ્ચે હવે મુકેશ અંબાણી (Mukesh Ambani)ને તેમના મોટા દીકરા આકાશ અંબાણી (Akash Ambani)એ ગુડ ન્યુઝ આપ્યા છે અને આ ગુડ ન્યુઝથી અંબાણી પરિવાર કે મુકેશ અંબાણી જ નહીં પણ આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે. આવો જોઈએ આખરે એવા તે શું સારા સમાચાર આપ્યા છે આકાશ અંબાણીએ-

મળી રહેલી માહિતી પ્રમાણે રિલાયન્સ જિયો (Reliance Jio)એ ચીનને પાછળ છોડીને દુનિયાની સૌથી મોટી ટેલિકોમ કંપનીનો ખિતાબ પોતાના નામે કર્યો છે. જી હા, જિયોની વ્યક્તિદીઠ ડેટાની માંગ હવે દર મહિને 30.3 જીબીથી વધુ થઈ ગઈ છે અને તમારી જાણ માટે આ આંકડો આપણા પડોશી દેશ ચીન કરતાં વધારે છે. આ સાથે સાથે જ રિલાયન્સ જિયો ડેટા ટ્રાફિકના મામલામાં સૌથી મોટી કંપની બની ગઈ છે.

હવે એ વાત તો કોઈથી જ છુપી નછી કે આકાશ અંબાણી રિલાયન્સ જિયોની કમાન સંભાળી રહ્યો છે અને આ મોટી ઉપલબ્ધિમાંથી એક ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. રિલાયન્સ જિયોના જૂન મહિનાના આંકડા અનુસાર ડેટાની ખપત 32.8 ટકાથી વધીને હવે 44 અબજ જીબી સુધી પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : Radhika Merchantને સાસરે આવીને હજી કલાકો જ થયા છે ને Mukesh Ambani સાથે થયું કંઈક એવું કે…

વાત કરીએ કંપનીના કુલ ગ્રાહકોની તો કંપની પાસે હાલમાં 49 કરોડ ગ્રાહકો છે અને એમાંથી 13 કરોડ તો 5જી યુઝર્સનો સમાવેશ થાય છે. આ સાથે જ જો ચીનને બાદ કરીએ કો જિયો 5જી સર્વિસના મામલામાં પણ જુિયો સૌથી મોટી કંપની બની ગઈ છે.

હવે એક તરફ હજી તો નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની હરખમાંથી મુકેશ અંબાણી બહાર આવ્યા નથી ત્યાં મોટા દીકરાએ પ્રોફેશનલ લાઈફમાં એક નવો મુકામ હાંસિલ કરીને પિતા સહિત દેશના નાગરિકોને એકદમ રાજીના રેડ કરી દીધા છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker