મનોરંજન

અજય દેવગણ અને તબ્બુની હિટ ફિલ્મની સિક્વલની રિલીઝની ડેટ જાહેર

મુંબઈઃ જાણીતા અભિનેતા અજય દેવગણ, અભિનેત્રી તબ્બુ અને રકુલ પ્રીત સિંહ અભિનીત ‘દે દે પ્યાર દે’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો વધારે પ્રચાર કરવામાં આવ્યો નહોતો છતાં બોક્સઓફિસ પર તે હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મની સિક્વલ પર ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું. હાલમાં જ મેકર્સે તેની જાહેરાત પણ કરી છે અને હવે તેમણે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

લવ ફિલ્મ્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી છે. આ પહેલા પણ બીજી પોસ્ટ કરવામાં આવી હતી જે સૂચવે છે કે આ એક મલ્ટિ સ્ટારર ફિલ્મ હોઈ શકે છે. નિર્માતાઓએ આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું હતું કે આ ફિલ્મ ૧૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: રૂકેગા નહીંઃ પુષ્પા-2એ બીગ બી અને કિંગખાનને પછાડી કરી આટલી કમાણી

કોમેડી, રોમાન્સ અને ફેમિલી ડ્રામા ‘દે દે પ્યાર દે’ની સિક્વલમાં અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ સાથે આ વખતે દક્ષિણ ભારતીય અભિનેતા આર. માધવન પણ જોવા મળશે. તેના અધિકૃત એક્સ હેન્ડલ પર રિલીઝની તારીખની જાહેરાત કરતા ટી-સિરીઝે કહ્યું હતું કે ‘દે દે પ્યાર દે’ ૧૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન અંશુલ શર્મા કરશે.

આ પણ વાંચો: Mufasa The Lion King review: 90ની હિન્દી ફિલ્મોની યાદ અપવાશે આ લૉસ્ટ એન્ડ ફાઉન્ડની સ્ટોરી

આ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આર માધવનની એન્ટ્રી વાર્તામાં રોમાંચક ટ્વિસ્ટ લાવશે. આ ફિલ્મનું શૂટિંગ પંજાબ, મુંબઈ તેમ જ લંડનમાં થશે. ‘દે દે પ્યાર દે ૨’ની વાર્તા ત્યાંથી શરૂ થશે, જ્યાં પહેલાની વાર્તા પૂરી થઈ હતી.
હવે તમને જણાવી દઈએ કે આ ફિલ્મની સ્ટોરી પંચાવન વર્ષના એનઆરઆઈ અને છૂટાછેડા લીધેલા આશિષ મહેરા (અજય દેવગણ)ની આસપાસ ફરે છે. જે તેની લગભગ અડધી ઉંમરની છોકરી આયેશા (રકુલ પ્રીત સિંહ)ના પ્રેમમાં પડે છે અને તેનો પરિચય તેના પરિવાર સાથે કરાવે છે.

આ પછી સંજોગો એવું સ્વરૂપ ધારણ કરે છે કે દરેકને આશ્ચર્ય થાય છે. ‘દે દે પ્યાર દે ૨’ની સ્ક્રિપ્ટ તો છેક ઓગસ્ટ ૨૦૨૩માં ફાઇનલ કરવામાં આવી હતી, જ્યારે તેના નિર્માણની સત્તાવાર જાહેરાત માર્ચ ૨૦૨૪માં કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button