Rekhaએ Bachchan પરિવારના આ સદસ્યને પત્ર લખીને કહી એવી વાત કે જે વાંચીને બચ્ચન પરિવાર…
હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) ચાલી રહેલાં પારિવારિક વિખવાદને કારણે સતત લાઈમલાઈટમાં રહે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ડિવોર્સને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા હાલમાં ભલે બચ્ચન પરિવારથી દૂર રહે છે, પણ તેનું નામ સતત બચ્ચન પરિવાર સાથે જોડાતું જ રહે છે.
ઐશ્વર્યા સિવાય રેખા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે બચ્ચન પરિવારથી દૂર હોવા છતાં પણ સતત તેમનું નામ બચ્ચન પરિવાર સાથે જોડાતું રહે છે. એટલું જ નહીં અનેક વખત ઐશ્વર્યા સાથેની ક્લોઝનેસ ફોટોઝ અને વીડિયોમાં જોવા મળતી હોય છે…
રિસેન્ટ ઈવેન્ટની જ વાત કરીએ તો જુલાઈ મહિનામાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બચ્ચન પરિવારથી દૂર ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા સાથે અલદ એન્ટ્રી લીધી હતી, પરંતુ રેખાને જોતા જ ઐશ્વર્યા અને આરાધ્યા તેમને મળવા પહોંચી ગયા હતા અને એ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
એવું નથી કે રેખા અને ઐશ્વર્યા બંને ઈવેન્ટ પર મળે છે અને બસ પૂરું થઈ જાય છે. અનેક વખત રેખાએ ઐશ્વર્યાને લઈને ઘણી વાતો કહી છે. આવા જ એક જૂના પત્રમાં રેખાએ ઐશ્વર્યા માટે લખ્યું હતું કે મારી એશ, તારા જેવી મહિલાઓ એ નદી જેવી હોય છે જે ક્યાંય રોકાતી નથી અને સતત વહેતાં રહેવાની ચાહ હોય છે. તું કોઈ પણ પ્રકારના દેખાડા વિના સતત આગળ વધવા માંગે છે અને પોતાની મંઝિલ સુધી પહોંચવા માંગે છે.
તું એક જીવતી જાગતી મિસાલ છે અને તારી સૌથી મોટી તાકાત તારી હિંમત છે. તું તારી રીતે સક્ષમ છે અને તારે કોઈને કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી.
પત્રના અંતમાં રેખાએ લખ્યું હતું કે તું એક અમ્માના રોલમાં પણ એકદમ પરફેક્ટ છે. રેખાએ ઐશ્વર્યા માટે આવું એટલા માટે લખ્યું હતું કારણ કે ઐશ્વર્યા જ્યાં જાય છે ત્યાં તે પોતાની દીકરી આરાધ્યાને સાથેને સાથે લઈને જાય છે. પત્રના અંતમાં રેખાએ લખ્યું હતું કે ખૂબ વ્હાલ… જૂગ જૂગ જીઓ… રેખાએ ઐશ્વર્યાને નામ આ પત્ર એક મેગેઝિન માટે લખ્યો હતો. આ પત્ર પરથી પણ ઐશ્વર્યા અને રેખા વચ્ચેના સ્પેશિયલ બોન્ડનો અંદાજો આવી જાય છે.
વાત કરીએ ઐશ્વર્યાની તો હાલમાં તે પોતાના વર્ક કમિટમેન્ટ પૂરા કરવામાં વ્યસ્ત છે અને હાલમાં જ તેણે પેરિસ ફેશન વીકમાં પોતાની સુંદરતાથી ચાર ચાંદ લગાવી દીધા હતા.
Also Read –