મનોરંજન

ઉમરાવ જાનના પ્રીમિયરના ગેસ્ટ લિસ્ટમાંથી રેખાજીએ કરી બચ્ચન પરિવારની બાદબાકી…

બોલીવૂડની એવરગ્રીન એક્ટ્રેસની વાત આવે તો સૌથી પહેલાં નામ રેખા અને ત્યાર બાદ લાખો કરોડો દિલની ધડકન ડ્રીમ ગર્લ હેમા માલિનીનું. રેખાએ હંમેશાથી જ પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવ્યા છે અને તેમની સુપરહિટ ફિલ્મોમાં ઉમરાવ જાનનું નામ ટોપ પર આવે છે. આવી આ ઉમરાવ જાન ફિલ્મ આજે પાછી રી-રિલીઝ થઈ રહી છે અને તેને ખૂબ જ ગ્રાન્ડ સ્કેલ પર રીલિઝ કરવામાં આવી છે. પરંતુ આ પહેલાં યોજાનારા પ્રીમિયરમાં કંઈક એવું જોવા જોવા મળ્યું હતું જે જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. આ પ્રીમિયરના ગેસ્ટ લિસ્ટમાંથી બચ્ચન પરિવારની બાદબાકી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.

રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ ગુરુવારે 26મી જૂનના હોસ્ટ કરવામાં આવી હતી જેમાં અનેક બોલીવૂડ સેલેબ્સે હાજરી આપી હતી, પરંતુ આ યાદીમાંથી બચ્ચન પરિવારના એક પણ સભ્યનું નામ જોવા મળ્યું નહોતું.

મળતી માહિતી મુજબ આ પ્રીમિયર પર આમિર ખાન, આયુષમાન ખુરાના, કૃતિ સેનન, અનિલ કપુર, રાકેશ રોશન, શબાના આઝમી, તબ્બુ, જેકી શ્રોફ, સુનિલ શેટ્ટી, અલી ફઝલ, બોની કપૂર, વિજય વર્મા, વેદાંગ રૈના, સોહેલ ખાન, ડિંપલ કાપડિયા સહિતના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. પરંતુ બચ્ચન પરિવારના એક પણ સદસ્યનું નામ આ ગેસ્ટ લિસ્ટમાં જોવા મળ્યું નહોતું. અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાય-બચ્ચન સાથે રેખાજીના ખાસ સંબંધો છે, પણ તેનું નામ પણ આ લિસ્ટમાં જોવા મળ્યું નહોતું.

આ પણ વાંચો: ઈન આંખો કી મસ્તી કે…રેખાની માસ્ટરપિસ ઉમરાવ જાનને 44 વર્ષ થયા, જાણો ફિલ્મની રસપ્રદ વાતો

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ રેખા આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન પરની સ્ક્રીનિંગ પર પહોંચ્યા હતા. આ સમયે રેખાના આમિર ખાન અને વિક્કી કૌશલ સાથેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. રેખાજીએ હંમેશની જેમ જ પોતાનો ટ્રેડિશનલ લૂક કેરી કર્યો હતો, જેમાં તેઓ એકદમ હુસ્ન પરી જેવા લાગી રહ્યા હતા, એ વાતમાં કોઈ શંકા નથી.

તબ્બુને જોઈને ખુશીથી ઉઠળી પડ્યા રેખાજી…

સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટનો જ એક વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે જેમાં રેખાજી અને તબ્બુ એકદમ ખુશીથી ઉમળકાથી એકબીજાને ગળે મળતા દેખાઈ રહ્યા છે. બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. બંને જણે એકબીજાને ગળે મળીને હળવી ચિટ-ચેટ પણ કરી હતી. આ સમયે બંનેનો આઉટફિટ એકદ સુંદર લાગી રહ્યો છે અને વાળમાં ગજરો લગાવીને બંને જણે પેપ્ઝને પોઝ આપ્યા હતા.

એ આર રહેમાન સાથે સેલ્ફી

રેખાજી બોલીવૂડના સદાબહાર અભિનેત્રી છે અને એ વાતની સાબિતી તેઓ અનેક વખત આપી ચૂક્યા છે. ગઈકાલે જ ઉમરાવ જાન ફિલ્મના રી-રિલીઝ ઈવેન્ટ પર પણ રેખાજી અને ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર એ આર રહેમાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં રહેમાન રેખાજી સાથે સેલ્ફી લેવા માંગે છે અને રેખાજી પણ એકદમ ઉત્સાહમાં આવીને રહેમાન સાથે સેલ્ફી ક્લિક કરાવીને વ્હાલ કરતાં જોવા મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button