મનોરંજન

આ Special Oneની યાદ અને પ્રેમને કારણે Rekha પહેરે છે હંમેશા કાંજીવરમ સાડીઓ…

બોલીવૂડની ઉમરાજાન અને દિગ્ગજ અદાકારા રેખા દિવસે દિવસે યુવાન થતી જઈ રહી છે. આજે પણ રેખા પોતાના લૂક અને એલિગન્સથી બી-ટાઉનની તમામ બ્યુટીફૂલ, બોલ્ડ બેબ્સને ટક્કર આપી રહી છે. રેખાના ફેન્સે હંમેશા તેને કાંજીવરમ સાડીમાં જોઈ હશે, અને લોકોને હંમેશા એવો સવાલ થાય છે કે આખરે કેમ રેખા હંમેશા કાંજીવરમ સાડી જ પહેરે છે? હવે ખુદ રેખાએ આ વાતનો ખુલાસો કર્યો છે આવો જોઈએ આખરે કોણ છે એ સ્પેશિયલ પર્સન કે જેની યાદ અને પ્રેમને કારણે રેખા કાંજીવરમ સાડીઓ પહેરે છે.

મોટાભાગની ઈવેન્ટમાં રેખા કાંજીવરમ સાડીમાં જ જોવા મળે છે અને આ સાડી જ તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. પણ શું તમને આ પાછળનું કારણ ખબર છે? આ કાંજીવરમ સાડીઓ રેખાને કોઈનો પ્રેમ અને યાદનો અહેસાસ કરાવે છે, એટલું જ નહીં એ સ્પેશિયલ વન તેની નજીકમાં જ છે એવી અનુભૂતિ કરાવે છે, એવો ખુલાસો રેખાએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

એક એવોર્ડ સેરેમનીમાં રેખાએ આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મને લોકોએ ઘણી વખત સવાલ કરે છે કે હું હંમેશાં કાંજીવરમ સાડી જ કેમ પહેરું છું? તો આ સવાલનો જવાબ છે કે, આ એકદમ ઓપન સિક્રેટ છે અને મારું માનવું છે કે સ્ટાઇલિશ દેખાવવાનો અર્થ એવો થાય છે કે તમે ફેન્સી આઉટફિટ્સ પહેરો એવો નથી. ટ્રેડિશનલ આઉટફિટ્સ પણ તમને સ્ટાઈલિસ્ટ દેખાડી શકે છે.

રેખાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, હું હંમેશા જ સાડી અને એમાં પણ ખાસ કરીને કાંજીવરમ સાડી એટલાં માટે પહેરું છું કારણ કે એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, આ ટાઈપની સાડી મને મારી મમ્મી અને તેના પ્રેમની યાદ અપાવે છે. આ મારી માતાનો પ્રેમ અને સુરક્ષાનો ભાવ છે. જ્યારે પણ હું આ સાડી પહેરું છું તો મને લાગે છે કે, મારી મમ્મી મારી સાથે છે…

વાત કરીએ કાંજીવરમ સાડી વિશે તો એને લોકલ ભાષામાં કાંચીપુરમ સાડી કહેવામાં આવે છે તે સિલ્ક સાડીનો એક પ્રકાર છે. ખાસ કરીને તમિલનાડુના કાંચીપુરમ ક્ષેત્રમાં તેને તૈયાર કરવામાં આવે છે, તેથી જ તેને આ નામ મળ્યું છે. આ સિલ્કનું કાપડ ખૂબ જ નાજૂક હોય છે, તેમ છતાં કાંજીવરમનું કાપડ મજબૂત માનવામાં આવે છે. આ સાડીનું ફેબ્રિક ત્રણ પ્રકારના રેશમી તાર અને ચાંદીના તારને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. જે તેને વધારે મજબૂતી આપે છે. સામાન્યપણે કાંજીવરમ સાડીનું વજન આશરે બે કિલોની આસપાસ હોય છે અને તેની કિંમત હજારોમાં અને લાખોમાં હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button