Viral Video: Agastya Nandaને જોતા જ Rekhaએ કર્યું કંઈ એવું કે લોકોને યાદ આવી ગઈ Jaya Bachchanની….

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂર (Raj Kapoor)ની 100મી જન્મજયંતિ નિમિત્તે કપૂર પરિવારે એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે 13મી ડિસેમ્બરથી શરૂ થયો છે અને 15મી ડિસેમ્બર સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં રાજ કપૂરના 10 સૌથી યાદગાર ફિલ્મો અલગ અલગ શહેરોમાં રિલીઝ કરવામાં આવશે. આ જ ઈવેન્ટના ભાગરૂપે શુક્રવારે યોજાયેલા એક કાર્યક્રમમાં આખો કપૂર પરિવાર સહભાગી થયો હતો.
કપૂર પરિવાર સાથે આ ઈવેન્ટમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી, પરંતુ સૌથી વધુ લાઈમલાઈટ તો સદાબહાર અભિનેત્રી રેખા (Rekha)એ લૂંટી લીધી હતી. રેખાએ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના દોહિત્ર-દોહિત્રીને જોઈને કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ ઈવેન્ટ હોય લોકોની નજર તો રેખા અને બચ્ચન પરિવાર આમને સામને આવે એના પર જ હોય છે. આવું જ કંઈ રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિત્તે ચાલી રહેલાં સેલિબ્રેશનમાં જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ ખઈ રહ્યો છે જેમાં રેખા આ ઈવેન્ટમાં હર હંમેશની જેમ સજીધજીની પહોંચ્યા હતા અને લોકો તેમની સુંદરતા જોઈને એકદમ ઘાયલ થઈ ગયા હતા.
ઈવેન્ટમાં રેખાની સામે અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદા (Agstya Nanada) આવતા જ વ્હાલથી તેના ગાલ પર હાથ ફરાવ્યો હતો. અગત્સ્યને ગળે મળ્યા બાદ રેખાએ તેને ગળે પણ લગાવ્યો હતો. અગત્સ્યએ પણ રેખાને ખૂબ જ આદરપૂર્વક હાથ જોડીને નમસ્તે કહ્યું હતું. આ વીડિયોમાં સિકંદર ખેર પણ જોવા મળ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ લોકો કમેન્ટ બોક્સમાં જયા બચ્ચનને સાંકળી લીધા હતા અને તેમના મીમ્સ પણ વાઈરલ કર્યા હતા.
એક તરફ જ્યાં કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનના બ્રેકઅપ બાદ બચ્ચન પરિવાર અને કપૂર પરિવાર વચ્ચે ખટાશ આવી ગઈ હતી ત્યાં શ્વેતા બચ્ચન નંદા કપૂર ખાનદાનનો હિસ્સો છે. શ્વેતાના લગ્ન નિખિલ નંદા સાથે થયા છે જે રાજ કપૂરની દિકરી રિતુ નંદાના દીકરા છે. આ જ કારણ છે કે શ્વેતા અને તેના દીકરા દીકરીઓ કપૂર પરિવાર સાથે જોવા મળે છે.
રાજ કપૂરના ફોટોને જોઈને રેખાએ કર્યું કંઈક એવું કે…
રેખાનો એક બીજો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રાજ કપૂરની 100મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. રાજ કપૂરના ફોટાને જોઈને રેખા એકદમ અભિભૂત થઈ ગયા હતા અને તેમણે હાથ જોડીને રાજ કપૂરના ફોટોને પ્રણામ કર્યા હતા. રેખાનું આ સ્વીટ ગેસ્ચર નેટિઝન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને લોકો વીડિયો પર કમેન્ટ્સ અને લાઈક કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે એક હી તો દિલ હૈ, ઔર કિતની બાર જિતોગે…