હેં, શું Amitabh Bachchan-Rekhaએ કરી લીધા હતા સિક્રેટ વેડિંગ? શું છે સ્ટોરી? | મુંબઈ સમાચાર

હેં, શું Amitabh Bachchan-Rekhaએ કરી લીધા હતા સિક્રેટ વેડિંગ? શું છે સ્ટોરી?

બોલીવૂડના સૌથી વધુ ચર્ચિત કપલમાંથી એક એવા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રેખા (Rekha)ની જોડીને દર્શકો જેટલું ઓનસ્ક્રીન પસંદ કરી રહ્યા છે એટલું જ રિયલ લાઈફમાં પણ પસંદ કરે છે. આજે અમે અહીં તમને અમિતાભ બચ્ચન અને રેખાના સંબંધો કે જે તેમણે ક્યારેય સ્વીકાર્યો પણ નથી કે ન તો તેમણે ક્યારેય એને લઈને કોઈ સ્પષ્ટતા કરી છે એનું એક સિક્રેટ જણાવવા જઈ રહ્યા છીએ.

રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી હંમેશાથી ચર્ચામાં રહી છે પરંતુ બંનેમાંથી કોઈએ પણ ક્યારેય આ વિશે ખુલીને વાત કરી નથી. કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે બિગ બી પહેલાંથી જ પરિણીત હતા અને તેમ છતાં તેઓ રેખાના પ્રેમમાં પડ્યા પરંતુ પોતાનું લગ્નજીવન બચાવવા તેમણે ક્યારેય આ સંબંધનો સ્વીકાર કર્યો નહીં.

આ પણ વાંચો: જ્યારે રેખાએ Amitabh Bacchhanને ગળે લગાવ્યા…

રેખાના જીવન પર આધારિત બાયોગ્રાફીમાં બિગ બી સાથે સંકળાયેલી કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ પુસ્તકમાં જ એવો દાવો કરવામાં આવ્યો છે કે 22મી જાન્યુઆરી, 1980માં પહેલી વખત રેખા રિશી કપૂર અને નીતુ સિંહના લગ્નમાં માંગમાં સિંદૂર પૂરીને અને મંગળસૂત્ર પહેરીને પહોંચ્યા હતા.

રેખાનો આ નવો અવતાર જોઈને ઉપસ્થિત તમામ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા અને એ સમયે એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી કે શું રેખા અને અમિતાભે દુનિયાની નજરોથી છુપીને લગ્ન કરી લીધા છે? જોકે, બિગ બી અને રેખાના આ સંબંધોનું સત્ય તેમનાથી વધારે સારી રીતે તો કોને ખબર હશે?

આ પણ વાંચો: હમ ભૂલ ગયે રે હર બાત મગર… : અમિતાભનું નામ સાંભળતા જ રેખાએ કહ્યું કે…

આ ઘટના બાદ તો ધીરે ધીરે એવું થવા લાગ્યું કે રેખાના માંગમાં સિંદૂર પૂરેલા ફોટો અખબારો અને મેગેઝિન્સમાં છપાવવા લાગ્યા અને લોકોને ધીરે ધીરે તેમને આ જ રીતે જોવાની ટેવ પડી ગઈ છે. એક્ટ્રેસનો આ નવો લૂક અમુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો હતો તો વળી કેટલાક લોકો એવા પણ હતા જેમને તેમના આ લૂક સામે વાંધો પડ્યો હતો. પરંતુ રેખાએ તો રેખા જ છે. બિન્ધાસ્ત અને પોતાના મન-મરજીના માલિક રેખાને લોકોની વાતોથી ખાસ કંઈ ફરક પડ્યો નહીં અને એટલે જ આજે પણ રેખા માંગમાં સિંદૂર પૂરની ઈવેન્ટ્સ અને એવોર્ડ ફંક્શનમાં પહોંચે છે.

સંબંધિત લેખો

Back to top button