મનોરંજન

71 વર્ષની ઉંમરે પણ રેખાજીનો આ દિલકશ અંદાજ જોઈ લેશો હૃદય ધબકારો ચૂકી જશે…

બોલીવૂડના સદાબહાર, એવરગ્રીન, ઉમરાવ જાન એક્ટ્રેસ રેખાના આ લૂકને જોઈને તેમના ફેન્સની દિલની ધડકનો આજે પણ તેજ થઈ જતી હોય તો બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ઈર્ષ્યા થાય એ સ્વાભાવિક છે. 71 વર્ષની ઉંમરમાં પણ રેખાજી પોતાની દિલકશ અદાઓ અને સુંદરતાથી ફેન્સને ઘેલું લગાવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર રેખાજીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કે રેખાજીનો ઓલ બ્લેક લૂક વિથ ડેનિમ જેકેટ જોવા મળી રહ્યો છે. રેખાજી આ વીડિયોમાં તેમની ઉંમર કરતાં નાના લાગી રહ્યા છે, ચાલો જોઈએ આટલું બની ઠનીને રેખાજી ક્યાં પહોંચ્યા હતા એ જોઈએ…

વાત જાણે એમ છે હાલમાં જ બોલીવૂડ એક્ટ્રસ હેલનની બર્થડે પાર્ટીમાં રેખાજી પહોંચ્યા હતા. કોઈ પણ ઈવેન્ટ હોય કે પાર્ટી હોય રેખાજી હંમેશા પોતાના લૂકથી ચાર ચાંદ લગાવે છે અને આ વખતે પણ તેણે પોતાની આ પરંપરા જાળવી રાખી હતી. પેપ્ઝ પણ દરેક ઈવેન્ટમાં રેખાજીની એક ઝલક જોવા માટે આતુર હોય છે. ફેન્સની સાથે સાથે રેખાજી પેપ્ઝની પણ ફેવરેટ છે. રેખાજી પણ પેપ્ઝ સાથે મસ્તી કરવાનો મોકો છોડતાં નથી હવે ફરી વખત રેખાજી પોતાના સ્ટાઈલ અને લૂકને લઈને ચર્ચામાં આવ્યા છે.

21મી નવેમ્બરના રોજ ડાન્સિંગ ક્વીન હેલને પોતાનો 87મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં તેમની નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. આ જ પાર્ટીમાં રેખાજી પણ પહોંચ્યા હતા અને હર હંમેશની જેમ તેમણે પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. વાત કરીએ રેખાજીના લૂકની તો આ સમયે તેમણે બ્લેક જંપસૂટ પહેર્યો હતો. આના પર તેમણે બ્લ્યુ જેકેટ અને સ્ટેટમેન્ટ બ્લેકશેડ્સ સાથે એક્સેસરસાઈઝ કરી હતી.

પેપ્ઝને જોઈને રેખાજીએ કાતિલાના પોઝ આપ્યા હતા. એટલું જ નહીં પણ વીડિયોમાં રેખાજી પેપ્ઝના કેમેરો લોઈને ફોટો પણ ખેંચતા જોવા મળ્યા હતા. રેખાજીનો આ ચુલબુલો અંદાજ પેપ્ઝ અને ફેન્સ બંનેને ખૂબ જ પસંદ આવે છે. આ વીડિયો પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે ક્વીન હંમેશાની જેમ જ પોઝિટિવિટી ફેલાવે છે. તેમની પાછળો ગાર્ડ બસ તેમની સાથે ખુશ છે. બીજા એક યુઝરે જણાવ્યું હતું કે સુપર એનર્જેટિક, હું ઈચ્છું છું કે જ્યારે હું એમની ઉંમર સુધી પહોંચું ત્યારે પણ હું આવી જ દેખાઉં અને મારામાં જેટલી એનર્જી હોય. ચોથા એક યુઝરે લખ્યું હતું કે અમિતાભ બચ્ચન પણ આ જોઈને ઈર્ષ્યા તો કરતાં જ હશે.

રેખાજીની વાત કરીએ તો રેખાજી લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહે છે. પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વિવિધ ઈવેન્ટ્સ, પાર્ટી કે એવોર્ડ ફંક્શનમાં તેમની એક ઝલક જોઈને ફેન્સ ઘેલાં ઘેલાં થઈ જતા હોય છે. તમે પણ રેખાજીનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

આ પણ વાંચો…જયા બચ્ચનની એ એક શરત કે જેણે અમિતાભ અને રેખાને હંમેશ માટે કર્યાં દૂર…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button