22 વર્ષની ટીવી અભિનેત્રી રીમ શેખે બ્લેક મોનોકિનીમાં બીચ પર લગાવી આગ
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી રીમ શેખ હાલ માલદીવમાં વેકેશન માણી રહી છે અને ત્યાંની તસ્વીરોથી દરેકનું ધ્યાન ખેંચી રહી છે. 22 વર્ષની રીમ હંમેશાં તેના સ્ટાઇલિશ લૂકથી તેના ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રીએ બ્લેક મોનોકિનીમાં સનબાથ કરતી પોતાની અદભૂત તસવીરો શેર કરી છે. તેના ચાહકો અને મિત્રો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
મોનોકિનીમાં તેનો ફોટો જોયા પછી ચાહકો રીમ શેખથી નજર નથી હટાવી શકતા . કમર પર કટ-આઉટ ડિઝાઇન વાળા ડ્રેસ પર સ્કેલોપ્ડ ટચ એકદમ સુંદર લાગે છે. ઘણા લોકો માને છે કે બીચ પર કાળો રંગ થોડો લાગે, પરંતુ મોનોકિનીનો બ્લેક કલર તેની ત્વચાને તડકામાં ચમકતી જ નથી બતાવતો પણ તેની સુંદરતામાં વધારો કરે છે.
આઉટફીટની વાત કરીએ તો રીમ શેખે બહુ ઓછી એસેસરીઝ પહેરી છે, સાથે રાઉન્ડ બ્લેક સનગ્લાસ પહેર્યા છે.
અભિનેત્રીએ કેપ્શન સાથે પોસ્ટ અપલોડ કરી, ‘બીચ બેબી.’ રીમની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યું છે.
રીમ શેખની વાઈરલ પોસ્ટ પર અનેક ચાહકોની અન્ય કલાકારોએ પણ પ્રતિક્રિયા આપી હતી. અભિનેત્રી પ્રતિભા રાંટાએ લખ્યું – ઉફ્ફ! તેના એક પ્રશંસકે ટિપ્પણી કરી – બધું ખૂબ સુંદર છે, જે લોકો બીચ પર ફેશનેબલ દેખાવા માંગે છે એમના માટે રીમની બ્લેક મોનોકિની શ્રેષ્ઠ છે. તમને જણાવી દઈએ કે રીમ માત્ર 22 વર્ષની છે અને તેના ફેન્સ તેની સુંદરતાના દિવાના છે.
આ પણ વાંચો: અનન્યા પાંડેએ બ્રેક-અપ અને રિલેશનશિપ અંગે કરી મહત્ત્વની વાત…