મનોરંજનસ્પોર્ટસ

કોણ છે Team India નો રિયલ ફેન? Rohit Sharma એ જણાવ્યું નામ, વીડિયો થયો વાઈરલ…

ભારતના ક્રિકેટપ્રેમીઓની સંખ્યા ખૂબ જ મોટી છે અને આ જ કારણે અહીં ક્રિકેટને એક રમત નહીં પણ ધર્મ તરીકે જોવામાં આવે છે. પરંતુ જો તમને કોઈ પૂછે કે ટીમ ઈન્ડિયાનો સાચ્ચો અને પ્રામાણિક પ્રશંસક કોણ છે, તો તમારો જવાબ શું હશે? કદાચ આ સવાલનો જવાબ શોધવામાં થોડો સમય લાગી જશે. રોહિત શર્માએ ખુદ આ ફેનના નામ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ચાલો જોઈએ કોણ છે આ ફેન…

હાલમાં જ કોમેડીયન કપિલ શર્માના શો પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, શિવમ દુબે, અર્શદીપ સિંહ, સુર્યકુમાર યાદવ, અક્ષર પટેલ પહોંચ્યા હતા અને તમામ ખેલાડીઓએ પોતાની ગેમ વિશે અને અનુભવો વિશે ખૂબ જ વિસ્તારથી વાત કરી હતી. તમામ ખેલાડીઓએ ખૂબ જ મોજ મસ્તી કરી હતી. આ જ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના લોયલ ફેનનું નામ જણાવ્યું હતું. આ ફેનનું નામ છે સુધીર કુમાર ગૌતમ.

શો પર સુધીર કુમાર ગૌતમ પણ હાજર રહ્યા હતા અને તેમના વિશે વાત કરતા રોહિતે જણાવ્યું હતું કે સુધીર ટીમ ઈન્ડિયાનો સાચ્ચો પ્રશંસક છે. જ્યારે પણ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની બસ એન્ટર થાય છે કે ટીમ ઈન્ડિયા સિક્સ, ફોર કે સામેની ટીમની વિકેટ લે છે ત્યારે સુધીર શંખનાદ કરે છે. રોહિત શર્માની આ વાત સાંભળીને દર્શકોની તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો હતો અને સુધીર… સુધીરના નારાથી ગુંજી ઉઠી હતું.

શોનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. રોહિતની વાત સાંભળીને સુધીરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ શંખનાદ નથી, આ તો યુદ્ધની ઘોષણા છે… ટીમ ઈન્ડિયા મહાન છે. આટલું કહીને સુધીરે પોતાની અનોખી શૈલીમાં શંખ ફૂંકે છે અને કપિલ પણ તેની પ્રશંસા કરીને એપિસોડ પૂરો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓટીટી પ્લેટફોર્મ પર કપિલ શર્માના શોની બીજી સિઝન શરૂ થઈ છે. આ શોને દર્શકોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button