મનોરંજન

ઓપરેશન સિંદૂર અંગે ભોજપુરી અભિનેતાએ કહી મોટી વાત, ભારતની ગાદી પર તમારો…

પટણા: પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે દેશભરમાં ગુસ્સો અને શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ દેશભરમાં સરકાર પાસે આ હુમલાનો બદલો લેવાની માંગ ઉઠી હતી. મોદી સરકારે પણ બિહાર પ્રવાસ દરમિયાન બદલો લેવાની વાત કરી હતી અને કહ્યું હતું કે આ વખતે તેમની રુહ પણ કાંપી જશે.

ભોજપુરી સ્ટાર રવિ કિશને પ્રસંશા કરી
ત્યારે હવે 7 મે, 2025 ના રોજ વહેલી સવારે ભારતે “ઓપરેશન સિંદૂર” પાકિસ્તાનમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓને નિશાન બનાવીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા. આ કાર્યવાહી બાદ સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સુધીના લોકો મોદી સરકાર અને ભારતીય સેનાની પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન ભોજપુરી સ્ટાર રવિ કિશને પણ પ્રસંશા કરી છે.

ઘરમાં ઘૂસીને માર્યા છે
ભોજપુરી સિનેમાના સ્ટાર અને ભાજપના ગોરખપુરના સાંસદ રવિ કિશને ઓપરેશન સિંદૂર બાદ એક્સ (X) પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે, “ઘરમાં ઘૂસીને માર્યા છે, કબર તમારી ખોદી છે, ભારતની ગાદી પર બેઠો, બાપ તમારો મોદી છે.” તેમની આ પોસ્ટ સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી રહ્યા છે.

નારી શક્તિની કરી વાત
આ સાથે જ ભોજપુરી સ્ટાર રવિ કિશને એક્સ એકાઉન્ટ પર વધુ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે નારી શક્તિની વાત કરી છે. તેમની આ પોસ્ટમાં સેનાની બે મહિલા અધિકારી વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહ અને લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી જોવા મળી રહી છે. રવિએ આ બંને મહિલા અધિકારીઓના ફોટા શેર કરીને લખ્યું છે, “ઓપરેશન સિંદૂરની જાણકારી નારી શક્તિએ આપી. સિંદૂરની તાકાત ભારતની મહિલા અધિકારીઓએ બતાવી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button