Amitabh Bachchanનો ફોન કોણે કર્યો ઈગ્નોર? કારણ જાણીને ચોંકી ઉઠશો, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષે રીલ અને રિયલ લાઈફમાં સુપરએક્ટિવ રહે છે. હાલમાં બિગ બી લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કે એક્ટર-એક્ટ્રેસની ઈચ્છા હોય છે કે તેઓ જીવનમાં એકાદ વખત તો બિગ બીને મળે કે તેમની સાથે વાત કરે. આવી સ્થિતિમાં હેડિંગ વાંચીને તમને એવું થશે કે કોણ છે એ વ્યક્તિ કે જેણે બિગ બીનો ફોન ના ઉપાડ્યો? ચાલો તમને આ વિશે જણાવીએ…
શુક્રવારે રિલીઝ થયેલો કૌન બનેગા કરોડપતિના એપિસોડ ખૂબ જ ખાસ રહ્યો હતો અને આ એપિસોડમાં ઈન્ડિયાના સૌથી જાણીતા પોપ્યુલર સ્ટેન્ડઅપ કોમેડિયન પહોંચ્યા હતા, જેમાં રવિ ગુપ્તા, અનુભવ સિંહ બસ્સી, અભિષેક ઉપમન્યુનો સમાવેશ થાય છે. આ કોમેડિયન્સના કોમિક ટાઈમિંગ જોઈને બિગ બી પણ હસવાનું રોકી શક્યા નહોતા.
આ એપિસોડમાં જ રવિ ગુપ્તાએ બિગ બી સાથેનો એક ખાસ કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેઓ પહેલાં પણ કેબીસીમાં આવી ચૂક્યા છે, પરંતુ એ સમયે તેઓ અડધા શોમાં જ આવેલા. અહીંયા તમારી જાણ માટે કે કેબીસીની ગઈ સિઝનમાં સમય રૈના અને તન્મય ભટ્ટ આવ્યા હતા. તેમણે ગેમમાં કોલ અ ફ્રેન્ડવાળી લાઈફલાઈન યુઝ કરી હતી અને એ ટાઈમ પર સમયે રવિ ગુપ્તાને કોલ લગાવવાની રિક્વેસ્ટ કરી હતી. એ સમયે રવિએ ફોન નહોતો ઉપાડી શક્યો.
જ્યારે અમિતાભ બચ્ચનને ખબર પડી કે એ ફોન રવિને લગાવવામાં આવ્યો છે જે હોટ સીટ પર બેઠા હતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બિગ બીએ કોમેડિયનને ફોન નહીં ઉઠાવવા મુદ્દે સવાલ કર્યો હતો. રવિએ જણાવ્યું હતું કે જો હું એ સમય પર ફોન ઉઠાવી લેત તો તમે મને હોટ સીટ કેવી રીતે બોલાવત? રવિએ જણાવ્યું હતું કે તે બિગ બીને દેખાડવા માંગતા કે વો કૌન માઈકા લાલ હૈ જેણે બિગ બીનો ફોન નહોતો ઉઠાવ્યો.
રવિ ગુપ્તાની આ વાત સાંભળીને બિગ બી હસી પડ્યા હતા. ઓડિયન્સને પણ આ એપિસોડ ખૂબ જ પસંદ આવ્યો હતો. બિગ બી અને શો પર આવેલા તમામ કોમેડિયન્સની મસ્તી ખૂબ જ પસંદ આવી હતી. તમે પણ આ એપિસોડ જોવાનું ચૂકી ગયા હોવ તો ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પ્રોમોઝ જોઈ લો એટલે ખ્યાલ આવી જશે કે શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી હાલમાં કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. આ સિવાય તેઓ ફિલ્મ કલ્કી 2898 એડીની સિક્વલ ફિલ્મમાં જોવા મળશે. એક રિપોર્ટમાં કરવામાં અનુસાર બિગ બી નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.
આપણ વાંચો: ધર્મેન્દ્ર અને ગોવિંદા બાદ પ્રેમ ચોપરા પણ સ્વસ્થ: લીલાવતી હોસ્પિટલમાંથી અપાઈ રજા…



