મનોરંજન

પ્રેમ માટે રવિનાએ ભર્યું હતું અંતિમ પગલું, જાણો કોણ હતો આ સુપરસ્ટાર?

મુંબઈ: બૉલીવૂડની અભિનેત્રી રવિના ટંડન આજે ભલે પોતાના લગ્નજીવનમાં સેટલ થઈ ગઈ છે, પણ એક સમય એવો હતો જ્યારે રવિના એક સુપરસ્ટારના પ્રેમમાં પાગલ હતી. રવિના એટલી હદે પાગલ હતી કે તેને આત્મહત્યા સુદ્ધા કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિનાએ આવું બૉલીવૂડના ખિલાડી અક્ષયકુમાર માટે કર્યું હશે જો એવું તમે વિચારતા હો તો તે સાવ ખોટું છે. તો કોણ છે એ સુપરસ્ટાર? જેના પ્રેમમાં પડીને રવિના ટંડને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો આપણે જાણીએ.

રવિના ટંડને જે સુપરસ્ટાર માટે આત્મહત્યા કરી હતી તે બીજું કોઈ નહીં પણ બૉલીવૂડના ‘સિંઘમ’ અજય દેવગન હતા. નેવુંના દાયકામાં અજય દેવગન અને રવિના ટંડનના રિલેશનની જોરદાર ચર્ચા લોકો વચ્ચે હતી. 1994માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલવાલે’ના શૂટિંગ દરમિયાન રવિના-અજય રિલેશનની અફવાને લઈને લાઈમલાઇટમાં આવ્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન જ તેઓ પ્રેમમાં પડ્યા હોવાનું કહેવાતું હતું.

મીડિયાના અહેવાલ મુજબ બંને વચ્ચે બધુ સારું ચાલી રહ્યું એ દરમિયાન ફિલ્મ ‘જિગર’ની શૂટિંગ વખતે અજય દેવગન અને અભિનેત્રી કરિશ્મા કપૂર એકબીજાની નજીક આવ્યા હતા. આ વાતથી રવિનાનું દિલ તૂટી જતાં બંનેએ મળવાનું પણ બંધ કરી લીધું હતું અને રવિનાએ આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પણ રવિના માત્ર પબ્લિસિટી માટે મારું નામ પોતાની સાથે જોડી રહી છે, એવું અજય દેવગને જણાવ્યું હતું. જોકે કરિશ્મા અને અજયનું પણ બ્રેકઅપ થતાં અજયે અભિનેત્રી કાજોલ સાથે 24 ફેબ્રુઆરી 1999માં લગ્ન કરી લીધા હતા, જ્યારે રવિનાએ અનિલ થડાની સાથે લગ્ન કરી લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button