
હેડિંગ વાંચીને જો તમે એવું માની રહ્યા હોવ તે એક્ટ્રેસ Raveena Tandon મુંબઈના ટ્રાફિકથી કંટાળીને કે પછી જસ્ટ ફોર એ ચેન્જ મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરવા માટે અંધેરી મેટ્રો સ્ટેશન પહોંચી હોય તો એવું નથી. Raveena Tandon મેટ્રો સ્ટેશનના પરિસરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અહીં સવારે પહોંચી હતી.
જેવી રવીના ટંડન મેટ્રો સ્ટેશન પહોંચી કે પેપરાઝી પણ તેના ફોટો અને વીડિયો લેવા માટે પડાપડી કરવા લાગ્યા, પરંતુ એ સમયે રવીના ટંડને એક સુપર સ્ટારને છાજે એવી વિનંતી પેપ્ઝને કરી અને કહ્યું કે પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
સોશિયલ મીડિયા પર રવીના અને પેપ્ઝ વચ્ચેના સંવાદનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રવીના લોકોને વિનંતી કરતી જોવા મળી રહી છે કે કોઈ એક ઠેકાણે ભીડ ના કરો, આપણે ચાલતા રહીએ, લોકોને તકલીફ ના થવી જોઈએ.
રવીના આખા વીડિયોમાં સતત પેપરાઝીને આગળ વધતા રહેવાની અને એક જગ્યાએ ઊભા રહીને ભીડ ના કરવાની અપીલ કરતી જોવા મળે છે. અહીંયા તમારી જાણ માટે અંધેરી મેટ્રો સ્ટેશન સવાર-સવારના સમયે ખૂબ જ વ્યસ્ત હોય છે અને અહીં પ્રવાસીઓની પુષ્કળ ભીડ જોવા મળે છે.
નેટિઝન્સ એક્ટ્રેસનો આ સ્વીટ જેસ્ચરના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ગ્રે કલરના આઉટફિટમાં રવીના ખરેખર હંમેશની જેમ જ ગોર્જિયસ અને બ્યુટીફૂલ લાગી રહી છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રવીનાએ હાલમાં વેબ સિરીઝ કર્મા કોલિંગમાં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી અને તેની એક્ટિંગને લોકો ખૂબ જ વખાણી રહ્યા છે. આ વેબ સિરીઝમાં રવિના સાથે નમ્રતા શેઠ, વરુણ સુદ, વિક્રમજિત વિર્ક, વિરાફ પટેલ, રોહિત રોય, વાલુસ્ચા ડી’સોઝાએ મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે.