રવીના ટંડને મંદિરને ગિફ્ટ કર્યો 800 કિલોનો ‘મેકેનિકલ ઐરાવત’, કારણ જાણીને તમે પણ કરશો વખાણ!

છેલ્લાં કેટલાક સમયથી મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક જૈન મઠમાં રહેલી હાથિણી માધુરીને ગુજરાતના જામનગર ખાતે આવેલા વનતારામાં ખસેડવામાં આવતા ખાસ્સો એવો હોબાળો થયો હતો. જોકે, આ બધા વચ્ચે બોલીવૂડ એક્ટ્રેસ રવીના ટંડન અને તેની દીકરી રાશા થડાણીએ એક એવું પગલું લીધું છે જેની નોંધ લેવી ઘટે.
મળતી માહિતી મુજબ રવિના ટંડન અને રાશા થડાણીની જોડીએ કર્ણાટકના મૂડબિદ્રી ખાતે આવેલા ત્રિભુવન તિલક ચુડામણી જૈન મંદિરને શુક્રવારે 800 કિલો વજનનું ત્રણ મીટર ઉંચો મેકેનિકલ હાથી ઐરાવત ગિફ્ટમાં આપી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં પ્રાણીપ્રેમી સંસ્થા પીટા (PETA) પણ એક્ટ્રેસની સાથે છે.
પીટા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવવામાં આવ્યું છે કે શુક્રવારે બપોરે 3 વાગ્યે આ ઐરાવતનું અનાવરણ કરવામાં આવશે. એટલું જ નહીં આ યાદીમાં એવું પણ જણાવ્યું હતું કે આ દુનિયાનું પહેલું એવું જૈન મંદિર હશે જ્યાં આવું મેકેનિકલ એલિફન્ટ જોવા મળશે.
જૈન મંદિરમાં સાચા હાથીને નહીં રાખવા કે લેવાની પ્રતિજ્ઞા બાદ આ ઐરાવત હાથી ભેટ આપવામાં આવશે. મેકેનિકલ એલિફન્ટને કારણે સારા હાથી જંગલમાં તેમના પરિવાર સાથે આરામથી સાંકળથી મુક્ત, હથિયારથી નિયંત્રિત કરનારા મહાવતથી દૂર સ્વતંત્ર જીવન જીવી શકશે.
મૂડબિદ્રી ખાતે આવેલા જૈન મઠની સિલ્વર જ્યુબિલિ નિમિત્તે આ ભેટમાં આપવામાં આવ્યું છે અને તે 108 ગુલાબ ભૂષણ મુનિ મહારાજના હસ્તે ચારુકિર્થી ભટ્ટારકા પટ્ટાચાર્ય પંડિતાચાર્યની ઉપસ્થિતિ કરવામાં આવશે.
આપણ વાંચો: શું હંમેશ માટે અલગ થઈ જશે ઐશ્વર્યા અને…?? ગણેશ ચતુર્થી પર ડિવોર્સને લઈને આપ્યા…