રવિના ટંડને દીકરી રાશા સાથે સંગમમાં લગાવી ડૂબકી, તસવીરો વાઈરલ
આવતીકાલે કાશીમાં મહાશિવરાત્રીની કરશે ઉજવણી

પ્રયાગરાજઃ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી અને અભિનેત્રી રાશા થડાની તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. રાશાએ પ્રશંસકોને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સંગમની ઝલક આપી હતી, જ્યાં એક તસવીરમાં અભિનેત્રી સંગમમાં ડૂબકી માર્યા બાદ ઉભા રહીને પ્રાર્થના કરતી જોવા મળી હતી. તેમના ફોટા સાથે બેક ગ્રાઉન્ડમાં ગાયક સંદીપ ગોસ્વામીના ગીત “ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય”માંથી ‘ગંગા ધરાય શિવ, ગંગા ધરાય’ની ધૂન પણ સાંભળવા મળી હતી.
આ પણ વાંચો: Mahakumbh: કેટરિના કૈફે પણ ત્રિવેણી સંગમ ખાતે કર્યું સ્નાન, તસવીરો વાઈરલ…
રાશા અને તેની માતા રવિનાએ સોમવારે પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતી સાથે ગંગા આરતીમાં હાજરી આપી હતી. જ્યાં તેમની સાથે અભિનેત્રી કેટરિના કૈફ પણ જોડાઈ હતી. સ્વામી ચિદાનંદના આશ્રમ પરમાર્થ નિકેતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું હતું કે, રવિના ટંડન, કેટરિના કૈફ, બીના કૌશલ, રાશા થડાની, અભિષેક બેનર્જી અને સાધ્વી ભગવતીની હાજરીમાં અરૈલ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધો હતો.
રવિનાએ જણાવ્યું કે તે કાશીમાં મહાશિવરાત્રી ઉજવશે. આ પહેલીવાર નથી જ્યારે રાશા અને રવિના આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા હોય. તે અવારનવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. અગાઉ રાશા તેની માતા રવિના સાથે દ્વારકા પહોંચી હતી, જ્યાં તેણે નાગેશ્વર મહાદેવ મંદિર તેમ જ દ્વારકા જગત મંદિરની મુલાકાત લીધી હતી અને ઠાકોરજીના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો: રાજીનામું આપ્યા બાદ યુ ટર્ન, મમતા કુલકર્ણી ફરીથી મહામંડલેશ્વર બન્યા…
રવિના હાલમાં જ સાંઈ બાબાના મંદિરના દર્શન કરવા શિરડી પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે સાંઈ બાબામાં માને છે અને બાળપણથી મંદિરમાં દર્શન કરવા આવતી રહે છે.
અભિનેત્રીએ કહ્યું હતું કે તેને સાઈ બાબામાં તેના સ્વર્ગસ્થ પિતાની ઝલક દેખાય છે. સાઈ મંદિર પહેલા, અભિનેત્રી પુત્રી રાશા સાથે આંધ્ર પ્રદેશના શ્રીશૈલમમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પહોંચી હતી, જ્યાં તેણે મહાદેવના આશીર્વાદ લીધા હતા. રાશાએ આ વર્ષે ફિલ્મ ‘આઝાદ’થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં અજય દેવગન, ડાયના પેન્ટી અને અમન દેવગન મુખ્ય ભૂમિકામાં છે.