મનોરંજન

આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા

સાઉથના સુપર ક્યુટ અને પોપ્યુલર કપલમાંથી એક એવા રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની સગાઈ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. રશ્મિકા અને વિજયની સગાઈ બાદ હવે ફેન્સ આતુરતાપૂર્વક તેમના લગ્નની તારીખની રાહ જોઈ રહ્યા હતા અને હવે કપલની વેડિંગ ડેટ સામે આવી ગઈ છે. ચાલો જોઈએ વિજય અને રશ્મિકા ક્યારે લગ્ન બંધનમાં બંધાશે…

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના નજીકના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વિજય અને રશ્મિકા આવતા વર્ષે લગ્ન કરશે. 26મી ફેબ્રુઆરી, 2026ના લગ્નના બંધનમાં બંધાઈ જશે. બંને જણે રાજસ્થાનના ઉદયપુર સ્થિત એક મહેલમાં ફેરા ફરશે. અત્રે ઉલ્લેખનીય છે કે 3જી ઓક્ટોબર, 2025ના હૈદારબાદમાં સિક્રેટલી સગાઈ કરી લીધી હતી. જોકે, બંનેમાંથી કોઈએ આ બાબતે રિએક્શન આપ્યો નથી.

આપણ વાચો: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ કરી સગાઈ: જાણો ક્યારે થશે તેમના લગ્ન

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ એક સાથે ફિલ્મ ગીતા ગોવિંદમમાં સાથે કામ કર્યું હતું, જે 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના સેટ પર જ બંને વચ્ચેની નજદીકીઓ વધી હતી. ત્યાર બાદ આ કપલ ફિલ્મ ડિયર કોમરેડ (2019)માં સાથે જોવા મળ્યું હતું. બંનેની કેમેસ્ટ્રી પડદાં પર એકદમ કમાલની હતી.

બસ અહીંથી જ બંનેના ડેટિંગની અહેવાલો સામે આવવાનું શરુ થઈ ગયું હતું. બંને જણ અવારનવાર વેકેશન કે રેસ્ટોરાંની બહાર સ્પોટ થયા હતા. રશ્મિકાએ હાલમાં ઈન્ટરવ્યુમાં સગાઈની લઈને વાત કરતાં જણાવ્યું હતું કે બધાને આ વિશે ખબર છે.

રશ્મિકા મંદાનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ હાલમાં જ મેડોક હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મ થામામાં જોવા મળી હતી, જેમાં તેની સાથે આયુષમાન ખુરાના અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ જોવા મળ્યા હતા. આ સિવાય સાતમી નવેમ્બરના તેની ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ પણ રીલિઝ થવા જઈ રહી છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button