આ કોની યાદ સતાવી નેશનલ ક્રશ Rashmika Mandannaને, વીડિયો શેર કરી આપી માહિતી…

સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સુપર સ્ટાર એક્ટ્રેસ અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. સોશિયલ મીડિયા પર તેણે કરેલી પોસ્ટ મીનિટોમાં વાઈરલ થઈ જતી હોય છે. આ પોસ્ટમાં રશ્મિકાએ કોઈ ખાસ વ્યક્તિને મિસ કરી રહી હોવાનું પણ કહી રહી છે. આવો જોઈએ કોણ છે આ ખાસ વ્યક્તિ-
વાત જાણે એમ છે કે આજે રશ્મિકાએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર પોતાના ડોગ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના પેટ ડોગ સાથે ખૂબ જ મસ્તી કરતી અને હેપ્પી મૂડમાં જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે ઈન્ટરનેશનલ ડોગ ડે છે અને અનેક સેલિબ્રિટીઓએ પોતાના પેટ સાથેનો ફોટો કે વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરીને એનિમલ ફેમ એક્ટ્રેસે લખ્યું હતું કે તમે લોકો મને પૂછી રહ્યા છો કે ઓરા કેમ છે?
આ પણ વાંચો : World’s Most Expensive Car: ખરીદવા માટે Ambani-Adaniએ 10 વર્ષ સાથે કામ કરવું પડશે…
પોતાની પોસ્ટમાં આગળ રશ્મિકા મંદાનાએ જણાવ્યું હતું કે જોકે, હું એનાથી ખૂબ જ દૂર છું એટલે મને મારા ફોનની ગેલેરીમાં એને ખૂબ જ શોધવું પડ્યું હતું. મને એની ખૂબ જ યાદ આવે છે. હેપ્પી ડોગ ડે ઓરા બેબી. અત્રે ઉલ્લેખનીય છે કે રશ્મિકાના ડોગનું થોડાક સમય પહેલાં જ નિધન થયું હતું. એ સમયે પણ તેણે ઈમોશનલ પોસ્ટ શેર કરીને ફેન્સ સાથે આ ન્યુઝ શેર કર્યા હતા.
રશ્મિકા મંદાના છેલ્લે ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી અને તેની આગામી ફિલ્મ પુષ્પા ટુ પણ રીલિઝ થવા તૈયાર છે. પહેલાં આ ફિલ્મ 15મી ઓગસ્ટના રીલિઝ થવાની હતી, પરંતુ કોઈ કારણસર ફિલ્મની રીલિઝને પાછળ ઠેલવામાં આવી હતી.