મનોરંજન

ઘાયલ થઈ Rashmika Mandanna: દિલની વાત શેર કરીને ચાહકોને આપ્યા ખબર…

પુષ્પા ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાન્ના (RASHMIKA MANDANNA) અત્યારે ઘરે રજાઓ મનાવી રહી છે. રશ્મિકા જિમમાં ઈજા થઈ હતી જેના કારણે તેની આગામી ફિલ્મોનું શૂટિંગ શિડ્યુલ અટકી ગયું છે. હવે અભિનેત્રીએ તેના પગની ઈજા વિશે અપડેટ આપીને ચાહકોને દુખી કર્યા છે.

આ પણ વાંચો : Salman Khanની ગર્લફ્રેન્ડ બનશે કુંવારી મા? જાણી લો શું છે વાઈરલ સમાચારની વાસ્તવિક્તા…

Instagram

તાજેતરમાં રશ્મિકાએ ઇજાગ્રસ્ત હોવાની સાથે તેની આગામી ફિલ્મ સિકંદર વિશે પણ વાત કરી. રશ્મિકા મંદાનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં રશ્મિકા તેના ઇજાગ્રસ્ત પગને તકિયાની ઉપર ઉઠાવી રહી હતી. એની સાથે એક કરતા અલગ અલગ અંદાજમાં પોઝ આપીને તસવીરો શેર કરી છે.

રશ્મિકાએ પોતાના કેપ્શનમાં લખ્યું હતું કે હું તમને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું! મારા જિમમાં મને ઇજા પહોંચી છે. હવે હું થોડા અઠવાડિયા કે મહિનાઓ માટે ‘હોપ મોડ’માં છું કે ભગવાન જ જાણે છે. એવું લાગે છે કે હું ‘થામા’, ‘સિકંદર’ અને ‘કુબેર’ના સેટ પર પાછી જઈશ. મારા દિગ્દર્શકો વિલંબ માટે દિલગીર છે. હું જલ્દી પાછી આવીશ. ફક્ત ખાતરી કરો કે મારો પગ કામ માટે જલ્દી યોગ્ય બને.

તે દરમિયાન જો તમને મારી જરૂર હોય તો હું ખૂણાની આસપાસ હોઈશ. ‘હોપ હોપ હોપ’. રશ્મિકાએ અપડેટ શેર કરતાની સાથે જ ફેન્સ પણ ચિંતિત થયા હતા. ચાહકોએ રશ્મિકાની આ પોસ્ટ પર કમેન્ટ પણ કરી હતી અને લોકોએ તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા આપી હતી. રશ્મિકાની આવનારી ફિલ્મોમાં સિકંદરનો સમાવેશ થાય છે, જેમાં તે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન સાથે સ્ક્રીન પર જોવા મળશે.

રશ્મિકા સલમાન ખાન સાથે જોવા મળશે

એઆર મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલાએ નિર્મિત આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ, રશ્મિકા, સત્યરાજ, શરમન જોશી અને પ્રતિક બબ્બર પણ જોવા મળશે. 2025ની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની ધારણા છે. રશ્મિકાની પાસે રાહુલ રવીન્દ્રન દ્વારા દિગ્દર્શિત ‘ધ ગર્લફ્રેન્ડ’ ફિલ્મ પણ છે, જેમાં ધીક્ષિત શેટ્ટી, રાવ રમેશ અને રોહિણી સહ- અભિનેતા છે.

આ પણ વાંચો : હું આવો જ છું… હું મારી જાતને કેમ બદલું? ડિવોર્સની વાતો વચ્ચે Abhishek Bachchanનું સ્ટેટમેન્ટ વાઈરલ…

ઉપરાંત આયુષ્માન ખુરાના સાથેની તેની ફિલ્મ થામા, 2025ની દિવાળી પર રિલીઝ માટે તૈયારી કરી રહી છે.તે વિકી કૌશલ અને ધનુષ-નાગાર્જુન અક્કીનેની સ્ટારર કુબેર સાથે છાવામાં પણ જોવા મળશે. રશ્મિકા છેલ્લે પુષ્પા 2: ધ રૂલમાં જોવા મળી હતી, જે ડિસેમ્બર 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button