Happy Birthday: ગરીબી, માતા-પિતાની નારાજગી પણ ન રોકી શકી આ નેશનલ ક્રશને
રાતોરાત સ્ટાર બની જવું તેવું આપણે લખતા હોઈએ છીએ, પણ ખરા અર્થમાં આવું નથી બનતું. એ સ્ટારની વર્ષોની મહેનત રંગ લાવી હોય છે એકાદ ફિલ્મથી એટલે આપણને લાગે છે કે તે રાતોરાત ફેમસ થઈ ગયો. આવી જ એક સ્ટાર છે જે સાઉથમાં પણ એક ફિલ્મથી હીટ થઈ અને તેની પેન ઈન્ડિયા ફિલ્મ રીલિઝ થતા તે બોલીવૂડમાં પણ છવાઈ ગઈ અને નેશનલ ક્રશ બની ગઈ. આ સ્ટાર એટલે પુષ્પાની શ્રીવલ્લી રશ્મિકા મંદાના. આજે રશ્મિકાનો જન્મદિવસ છે.
આજે ટૉપ પર પહોંચેલી રશ્મિકાની સફર પણ સહેલી ન હતી.
રશ્મિકા મંદન્નાનો જન્મ 5 એપ્રિલ 1996ના રોજ કર્ણાટકના કુર્ગમાં થયો હતો. રશ્મિકાના પિતાનો તેમના શહેરમાં નાનો એવો ધંધો હતો અને ખાસ કોઈ આવક ન હતી. એક સમય એવો હતો જ્યારે રશ્મિકાના પરિવાર પાસે તેના માટે રમકડા ખરીદવાના પૈસા પણ નહોતા. ઘરનું ભાડું ચૂકવવા માટે પણ ભારે સંઘર્ષ કરવો પડ્યો. રશ્મિકનું બાળપણ ગરીબી અને સંઘર્ષમાં વીત્યું હતું.
આ સાથે રશ્મિકાએ વ્યક્તિગત રીતે પણ પરિવાર સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું. એક ઈન્ટરવ્યુમાં રશ્મિકાએ કહ્યું હતું કે જ્યારે તેણે એક્ટિંગમાં કરિયર બનાવવાનું વિચાર્યું ત્યારે તેને પરિવાર અને માતા-પિતાનો સપોર્ટ મળ્યો ન હતો. તે ફિલ્મોમાં અભિનયને પુરુષોના આધિપત્યવાળુ ક્ષેત્ર ગણતા હતો. જોકે, બાદમાં રશ્મિકાએ તેના માતા-પિતાને સમજાવ્યા અને પછી તેઓ રાજી થઈ ગયા. આજે, રશ્મિકાના માતા-પિતા આ નિર્ણય માટે તેમની પુત્રી પર ખૂબ ગર્વ અનુભવે છે.
રશ્મિકાએ 2016માં કન્નડ ફિલ્મ કિરિક પાર્ટીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ પછી રશ્મિકાએ વર્ષ 2018માં ફિલ્મ ચલો થી તેલુગુમાં ડેબ્યૂ કર્યું અને તે જ વર્ષે તેણે રોમકોમ ફિલ્મ ગીતા ગોવિંદમમાં કામ કર્યું. ગીતા ગોવિંદમ તેલુગુ સિનેમામાં બ્લોકબસ્ટર સાબિત થઈ, જેના કારણે રશ્મિકાને ઘણી લોકપ્રિયતા મળી.
ALSO READ: Rashmika Madannaએ બાલ્કની કિલર પોઝ આપ્યા અને ચાહકોએ કંઈક આવું લખ્યું
આ પછી અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પાએ રશ્મિકાની કારકિર્દીને વધુ ઉંચાઈઓ આપી. સાઉથ સિનેમામાં જબરદસ્ત સફળતા હાંસલ કર્યા બાદ રશ્મિકાને બોલિવૂડમાં દર્શકોનો પ્રેમ મળ્યો. તેણે ગુડબાય ફિલ્મથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશન મજનૂમાં જોવા મળી હતી. વર્ષ 2023માં એનિમલ ફિલ્મમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેની આઠ વર્ષની કારકિર્દીમાં, રશ્મિકા ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક બની ગઈ. રશ્મિકાની બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની ઘણી ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે એનિમલ ફિલ્મમાં તેની હિન્દી ડાયલૉગ ડિલિવરી લોકોને ગમી નહી અને થોડી મનિટો માટે આવેલી તૃપ્તી ડમરી લાઈમલાઈટમાં આવી જતા રશ્મિકાને જોઈએ તેટલો ફાયદો મળ્યો નથી. હવે તેની પુષ્પા-ટૂ પણ આવશે, ત્યારે શ્રીવલ્લી લોકોના હૃદય ફરી જીતશે કે નહીં તે જોવાનું રહ્યું.