ડીપફેક વીડિયો બાદ રશ્મિકા મંદાના પહેલી વખત દેખાઈ પબ્લિકમાં, પાપારાઝીને જોતાં કર્યું આવું…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો અને બી-ટાઉનમાં પણ ડેબ્યુ કરનારી એક્ટેસ નેશનલ ક્રશ રશ્મિકા મંદાના હાલમાં જ તેના ડીપફેક વિડીયોને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ ઘટનાને કારણે એક્ટ્રેસ ભયંકર ડરી ગઈ હતી. રશ્મિકાએ આ વીડિયો બાબતે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે હું ખૂબ જ ડરી ગઈ છું. બી-ટાઉનના મહાનાયક અમિતાભ બચ્ચન અને ફેન્સે પણ આ ઘટના અંગે રોષ વ્યક્ત કરીને લીગલ એક્શનની માગણી કરી છે.
પરંતુ આપણે અહીં વાત કરી રહ્યા છે ડીપફેક વિડીયો વાયરલ થયા બાદ એક્ટ્રેસના પહેલાં પબ્લિક અપિયરન્સ વિશે. મળી રહેલી માહિતી પ્રમાણે રશ્મિકા મંદાના આ ઘટના બાદ પહેલી જ વખત જાહેરાતમાં જોવા મળી હતી. આ વખતે એક્ટ્રેસ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી અને હંમેશાની જેમ જ એક્ટ્રેસ આ લુકમાં પણ અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ વખતે રશ્મિકાની સાથે સાથે જ તેનો કો-સ્ટાર રણવીર કપૂર સાથે ટી-સિરીઝની ઓફિસમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં એકટ્રેસ ખૂબ જ ગભરાયેલી દેખાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડીપફેક વીડિયો વાઈરલ થયા બાદ પ્રથમ વાર રશ્મિકા મંદાના જાહેરમાં જોવા મળી હતી અને એ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના વીડિયો પર લાઈક અને કમેન્ટ્સનો વરસાદ વરસાદ વરસાવતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘તને ખૂબ પ્રેમ અને સમર્થન.’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રશ્મિકા મંદાના રણબીર કપુર ફિલ્મ એનિમલ ફિલ્મ પહેલી ડિસેમ્બરના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. એનિમલનું ટીઝર જોઇને ફેન્સ ખૂબ જ ખુશ થઇ ગયા છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના રણબીરની ગર્લફ્રેન્ડના રોલમાં છે. આ ફિલ્મ દ્વારા રણબીર અને રશ્મિકા પહેલીવાર મોટા પડદા પર એક સાથે કામ કરતાં જોવા મળશે અને ફેન્સ આ બંને સ્ટાર્સને એક સાથે સ્ક્રીન શેર કરતાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.