નેશનલ ક્રશ શ્રીવલ્લીનો નવો લૂક જોયો?
એસઆરકેની જવાબ પછી હવે રણબીર કપૂરની એનિલમ ફિલ્મની દર્શકો રાહ જોઈ રહ્યા છે. .તાજેતરમાં જ નિર્માતાઓએ અનિલ કપૂરનો લૂક પણ જાહેર કર્યો હતો. હવે સાઉથની એકટ્રેસ અને નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા મંદાના પણ આ ફિલ્મનો હિસ્સો છે જે જાણીને આ ફિલ્મને લઇને દર્શકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રશ્મિકા મંદન્ના એક્ટર રણબીર કપૂર સાથે પહાડોમાં શૂટિંગ કરતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ જાણ થઇ કે, રણબીર અને રશ્મિકા એક ફિલ્મમાં કામ કરી રહ્યાં છે,જેનું નામ છે ‘એનિમલ’. હવે આ ફિલ્મનો રશ્મિકા મંદન્નાનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.
શનિવારે, રશ્મિકા મંદાનાએ ટ્વિટર પર ફિલ્મ ‘એનિમલ’માં પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. રશ્મિકાએ આ ટ્વીટ પોસ્ટ કરતાં લખ્યું કે, – મળો ગીતાંજલિને.. આ રીતે, સાઉથની અભિનેત્રીએ એનિમલમાં તેના પાત્રનું નામ શું હશે તેની માહિતી પણ આપી છે.
ફિલ્મના પોસ્ટરમાં એકટ્રેસ ખૂબજ સુંદર લાગી રહી છે, હાલમાં જ ફિલ્મના ટીઝર ડેટની સાથે રણબીર કપુરનો પણ લુક સામે આવ્યો હતો.