મનોરંજન

બોલિવૂડના આ હોટ હંકની ‘KISS’થી બચી નથી શકી કોઇ હસીના….

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કિસિંગ કે ઈન્ટિમેટ સીન્સની વાત આવે છે ત્યારે દરેકના મગજમાં જે પહેલું નામ આવે છે તે છે ઈમરાન હાશ્મી. ઈમરાને મર્ડર, આશિક બનાયા, જહર જેવી ફિલ્મોથી કિસિંગ એક્ટર તરીકે પોતાની ઈમેજ બનાવી છે, પરંતુ આજે અમે તમને એવા સુપરસ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે એક-બે ફિલ્મો સિવાય દરેક ફિલ્મની હિરોઈન સાથે કિસીંગ સીન કર્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ મોમાઝ બોય, હોટ હંક ગણાતા રણબીર કપૂરની… રણબીર હાલમાં તેના કરતા 14 વર્ષ નાની રશ્મિકા મંદન્ના સાથેના લિપલોક સીનને કારણે ચર્ચામાં છે, પરંતુ રશ્મિકા પહેલા પણ રણબીરે ઘણી હિરોઈન સાથે લિપલોક સીન આપ્યા છે. રણબીર સાથે રશ્મિકાના લિપલોક સીન અને સિઝલીંગ કેમિસ્ટ્રી જોઈને લોકો બેકાબૂ થઈ ગયા છે.


રણબીર કપૂરે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અભિનેત્રી અને હવે તેની પત્ની આલિયા ભટ્ટ સાથે તેના કિસિંગ અને લવ મેકિંગ સીનથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ ફિલ્મમાં આલિયા અને રણબીરના કિસિંગ સીન્સ તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ આલિયા અને રણબીર નજીક આવ્યા હતા.


ફિલ્મ ‘રોકસ્ટાર’માં નરગીસ ફખરી સાથે રણબીર કપૂરની કિસ લોકોના દિલોદિમાગ પર છવાઈ ગઈ હતી. વેલ, આ પહેલીવાર નથી, રણબીર હંમેશા તેની ઓનસ્ક્રીન કિસથી એક રોમાન્ટિક વાતાવરણ બનાવી દે છે અને લોકોને એના કિસીંગ સિન્સ પસંદ પણ આવે છે. રણબીર લિટરલી તેના કિસિંગ સીન્સમાં જાન ફૂંકી દે છે અને તેના આવા સિન્સ જ ફિલ્મનું જમા પાસું બની જાય છે.


રણબીરના ઓનસ્ક્રીન કિસીંગ સિન્સમાં હંમેશા એક ઝનુન જોવા મળે છે. તમાશા ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથેના તેના ચુંબન દ્રશ્યે લોકોને દિવાના બનાવી દીધા હતા. તમાશા પહેલા રણબીર અને દીપિકાએ ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં પણ ગાઢ ચુંબન દ્રશ્યો આપ્યા હતા.

ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચનના કિસિંગ સીને બધાને ચોંકાવી દીધા હતા. રણબીરના તેના કરતા મોટી ઉંમરના ઐશ સાથેના રોમેન્ટિક સીન્સ જોઈને લોકો ચોંકી ગયા હતા, પરંતુ સ્ક્રીન પર આ દ્રશ્ય જોઈને ચાહકો બેકાબૂ થઈ ગયા હતા. ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરનો કિસિંગ સીન ખૂબ જ હોટ હતો.

ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં રણબીર કપૂર અને કેટરીના કૈફ વચ્ચે એક કિસિંગ સીન શૂટ કરવામાં આવ્યો હતો. તે સમયે કેટરિના અને રણબીર એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. આવી સ્થિતિમાં તેના આ કિસિંગ સીને તેના ચાહકોને નશો ચઢાવી દીધો હતો.


આ સિવાય રણબીર કપૂરે અભિનેત્રીઓ અદિતિ રાવ હૈદરી, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા અને અન્ય ઘણી હિરોઈન સાથે હોટ… હોટ…કિસીંગ સિન્સ આપ્યા છે.


રણબીર કપૂરને બોલિવૂડનો સૌથી રોમેન્ટિક સ્ટાર કહેવામાં આવે છે અને તેના લગ્ન પછી રશ્મિકા મંદાના સાથેના તેના કિસીંગ સીને તેને ફરીથી લાઇમ લાઇટમાં લાવી દીધો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button