રશ્મિકા મંદાનાની સેટીન સાડીના ભાવમાં તો આપણો ત્રણ મહિનાનો ખર્ચ નીકળી જાય | મુંબઈ સમાચાર
મનોરંજન

રશ્મિકા મંદાનાની સેટીન સાડીના ભાવમાં તો આપણો ત્રણ મહિનાનો ખર્ચ નીકળી જાય

પુષ્પા ફિલ્મથી સાઉથ સહિત હિન્દી ફિલ્મરસિકોનો પણ ક્રશ બની ગયેલી રશ્મિકા મંદાનાએ ઘણી હીટ ફિલ્મો આપી છે. સાવ સાદી અને હંમેશાં સ્માઈલ કરતી દેખાતી રશ્મિકા લક્ઝુરિયસ આઈટમ્સની શોખિન છે. તેની પાસે સારી એવી કારનું કલેક્શન છે અને આલિશાન બંગલો પણ છે.

તાજેતરમાં જ રશ્મિકાની લેવિશ લાઈફસ્ટાઈલનો વધુ એક નમૂનો જોવા મળ્યો હતો. રશ્મિકા સાઉથનો સિમા અવોર્ડ અટેન્ડ કરવા ગઈ હતી. આ અવોર્ડમાં રશ્મિકા ખૂબ જ સુંદર લાગતી હતી અને સિમ્પલ હોવા છતા તેણે મહેફીલ લૂંટી લીધી હતી.
આ એવોર્ડમાં રશ્મિકા મોચા ગ્રીન કલરની સાડીમાં આવી હતી. આ સાદી પ્લેન સેટીન સાડી પર સિફુઈન પર્લની બોર્ડર પણ હતી. હોલ્ટર નેક સ્ટ્રેપી પ્લજિંગ નેકલાઈન બ્લાઉઝ સાથે તે આવી હતી તેમાં પણ સિફુઈન પર્લ બોર્ડર હતી.

રશ્મિકાએ કોઈ હેરસ્ટાઈલ કરી ન હતી. સાદા વેવી હેર સાઈડ પાર્ટીશન સાથે હતા અને સાદો મેકઅપ કર્યો હતો, પણ રશ્મિકાનો ચહેરો એકદમ ગ્લોઝી લાગતો હતો. ઈરાદાપૂર્વ કે ભૂલી ગઈ તે ખબર નહીં પણ રશ્મિકાએ એકપણ એસેસરી કેરી કરી ન હતી આથી તેની સાડી જ સેન્ટર ઓફ અટ્રેક્શન હતી, પરંતુ આ સાડી રશ્મિકાને જ પોષાય તેવી છે કારણ કે તેની કિંમતમાં તો એક સાદા સામાન્ય મિડલક્લાસનો ત્રણ મહિનાનો ખર્ચો નીકળી જાય તેમ છે.

આ સાડી તરૂણ તહેલયાની દ્વારા ડ઼િઝાઈન કરવામાં આવી છે અને વેબસાઈટ અનુસાર તેની આ સાડીની કિંમત રૂ. 1.19 લાખ છે. આ કિંમત સાંભળીને ફેન્સના હોશ ઊડી ગયા છે. જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે કસી કસીને જીવતા મિડલક્લાસ પરિવારનો મહિનાનો ખર્ચ જો આપણે 30-35,000 ગણીએ તો ત્રણ મહિનાના ખર્ચ જેટલી રકમ થઈ જાય છે. પણ ભઈ એ તો રશ્મિકા છે અને કરોડોમાં છાપે છે. વળી એને સ્પોન્સર કરનારાઓની કમી નથી. એટલે તેને એક લાખની સાડી અને 50, 000 ચપ્પલ પોષાય.

આ પણ વાંચો…રશ્મિકા મંદાનાને ફિલ્મ ‘એનિમલ’ માટે એવું શું કહ્યું કે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button