Rashmika Mandanaએ જણાવ્યો એનો Valentines Day Plan….
સાઉથની સુપર સ્ટાર અને નેશનલ ક્રશ Rashmika Mandanaએ બોલીવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. હાલમાં રશ્મિકા પોતાની હિંદી અને તેલુગુ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તેણે થોડાક દિવસ માટે કામમાંથી બ્રેક લીધો છે. આ બ્રેક દરમિયાન રશ્મિકાએ પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર વાત-ચીત કરી હતી. આ જ સેશનમાં રશ્મિકાએ પોતાના કામ, વેલેન્ટાઈન ડે પ્લાન વિશે પણ વાત કરી હતી. રશ્મિકાને ફેન્સે એવી સલાહ પણ આપી હતી કે વિજય દેવરકોંડા સાથે મૂવી ડેટ પર જતી રહે.
વાત જાણે એમ છે કે રશ્મિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફેન્સના કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા. એક ફેને રશ્મિકાને કહ્યું હતું કે ઘણી બધી સારી પોઝિટીવ વાઈબ મોકલાવું છે. હું સમજી શકું છું તારા બિઝી ટાઈમ, પણ પહેલાં તું તારું ધ્યાન રાખ. મારા માટે તો વેલેન્ટાઈન ડેનો પ્લાન રોજ જેવો જ છે. પણ તારો શું પ્લાન છે, કોઈ જગ્યાએ સારું લંચ કે ડિનર કે પછી ફિલ્મ? શું કહેવું છે તારું?
ફેનના આ સવાલનો જવાબ આપતા રશ્મિકાએ કહ્યું હતું કે હમમમ… હજી સુધી કાલના પ્લાન વિશે કંઈ જ વિચાર્યું નથી, પણ મને લાગે છે કે મારું પણ તારા જેવું જ થવાનું છે. એક ફેને લખ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે તે વિજય દેવરકોંડાની સાથે મૂવી ડેટ પર જવાનો પ્લાન છે.
ત્રીજા એક ફેને કોમેન્ટ કરતાં કહ્યું હતું કે હે ક્યુટી, હેપ્પી વેલેન્ટાઈન ડે. હું આશા કરું છું પુષ્પા ટુ સાથે તારું આ વર્ષ ખૂબ જ સારું રહેશે. એનિમલમાં ગીતાંજલિમાં તારું પર્ફોર્મન્સ ખૂબ જ ગમ્યું. જેના જવાબમાં રશ્મિકાએ કહ્યું હતું કે તમારો આભાર. આશા કરું છું કે તમને શ્રીવલ્લી 2.0 પણ ખૂબ જ પસંદ આવશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા છેલ્લે રણબીર કપૂર સાથે ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં અલ્લુ અર્જુન સાથે પુષ્પા ટુમાં જોવા મળશે. આ સિવાય તે તેલુગુ ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ અને રેઈનબોની શૂટિંગમાં જોવા મળશે.