મનોરંજન

લાલ જોડામાં દુલ્હન જેવી લાગતી રશ્મિકા લંગડાતા આવી સ્ટેજ પર, પણ ફેન્સને તો વિકી ગમી ગયો, કેમ?

એનિમલ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી સાઉથની હીરોઈન રશ્મિકા મંદાના તેની પુષ્પા-2 ધ રૂલની સફળતાને માણી રહી હતી ત્યાં જ તેની માથે ઉપાધિ આવી. જીમમાં કસરત કરતી વખતે તે ઈજાગ્રસ્ત થઈ અને તેને આરામની સલાહ આપવામાં આવી છે. તેમ છતાં ફિલ્મ છાવાની ટ્રેલર લૉંચ પાર્ટીમાં રશ્મિકા આવી હતી. રશ્મિકાનો લાલ ડ્રેસ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને હીરોઈન ખરેખર દુલ્હન જેવી લાગી રહી છે. જોકે સૌનું ધ્યાન રશ્મિકા જે રીતે લંગડાતી ચાલતી હતી તેના પર હતું, પરંતુ આના કરતા વધારે બીજી એક બાબત માટે નેટ યુઝર્સ વીડિયો પર રિએક્ટ કરી રહ્યા છે.

આ ફિલ્મ ફરી એક ઐતિહાસિક કથા લઈને આવી છે. મરાઠા લડવૈયા શિવાજી મહારાજના પુત્ર શંભાજી મહારાજ પર બેનલી આ ફિલ્મમાં શંભાજી મહારાજનો રોલ વિકી કૌશલ કરી રહ્યો છે જ્યારે તેમનાં પત્ની યેસુબાઈનો રોલ રશ્મિકા કરે છે. જોકે આ ફિલ્મના અન્ય એક કલાકારે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને તે છે અક્ષય ખન્ના. અક્ષય ખન્ના મુઘલ બાદશાહ ઔરંગઝેબનું પાત્ર કરી રહ્યો છે અને તેનું પોસ્ટર લૉંચ થયું હતું. તેને ઓળખવો મુશ્કેલ છે. જોકે ટ્રેલર લૉંચમાં તેની ગેરહાજરી હતી. જ્યારે બીજી બાજુ રશ્મિકા પગમાં તકલીફ હોવા છતાં હૈદરાબાદથી વ્હીલચેરમાં મુંબઈ આવી હતી. જોકે લાલ ડ્રેસ અને ગોલ્ડન જ્વેલરીમાં રશ્મિકા ખૂબ જ સુંદર દેખાતી હતી જ્યારે વિકી સિમ્પલ સફેજ કુર્તામાં દેખાયો હતો. એકદમ મરાઠી માહોલમાં ટ્રેલર લૉંચ થયું હતું, જેમાં ઢોલ નગારા, લેઝિમ અને મહિલાઓની બાઈક રેલી પણ હતી.

આ પણ વાંચો…કપિલ શર્મા, રાજપાલ યાદવ સહિત ચારને મારી નાખવાની ધમકીઃ જાણો વિગતો

હવે વાત કરીએ વીડિયોની તો લોકોને રશ્મિકાને હાથ આપી સપોર્ટ કરતો વિકી ખૂબ જ ગમી ગયો છે, નેટિઝન્સ તેના વખાણ કરી રહ્યા છે. પોતાની કૉ-સ્ટારને આ રીતે હાથ આપતો, તે પડે નહીં તેનું ધ્યાન રાખતો વિકી નેટીઝન્સનું દિલ જીતી રહ્યો છે. તમે પણ વીડિયો જોશો તો તમને પણ ગમી જશે વિકીના જેસ્ચર. હવે ઘરે તેના આ સપોર્ટિવ રૉલ માટે પત્ની કેટરીના તેના વખાણ કરે છે કે પછી વેલણ ઉગામે છે તે તો તેને જ ખબર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button