મહારાણીનો રોલ નિભાવીને દર્શકોના દિલો પર રાજ કરી ચૂકી છે આ એક્ટ્રેસ…

હાલમાં બોક્સ ઓફિસ પર વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ છાવા છવાઈ ગઈ છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાએ મહારાણી યેસુબાઈએ ભૂમિકા ભજવી છે. રશ્મિકા અને વિકીની ફિલ્મ છાવાના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે ચાર દિવસમાં રૂપિયા 100 કરોડની કમાણી કરી લીધી છે.

જોકે, રશ્મિકા એકલી નથી કે જેણે ફિલ્મમાં મહારાણીનો રોલ કર્યો હોય. આ પહેલાં પણ અનેક એવી ફિલ્મો આવી ગઈ છે જેમાં બોલીવૂડ એક્ટ્રેસે મહારાણીનો રોલ કર્યો હોય. આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી જ એક્ટ્રેસની માહિતી લઈને આવ્યા છીએ કે જેમણે મહારાણીનો રોલ કરીને દર્શકોના દિલો પર રાજ કર્યું છે. આવો જોઈએ કઈ છે આ એક્ટ્રેસ-

કંગના રનૌતઃ
કંગના રનૌત બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન છે, પણ તે એક સારી એક્ટ્રેસ પણ છે. બેબાક, બેધડક કંગના ક્વીનની વાત કરીએ તો તેણે ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈનો રોલ કર્યો હતો. આ રોલમાં દર્શકોએ કંગનાને ખૂબ જ પસંદ કરી હતી.

અનુષ્કા શેટ્ટીઃ
સાઉથની સુપરસ્ટાર અનુષ્કા શેટ્ટીએ પણ પોતાની એક્ટિંગથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે. અનુષ્કા શેટ્ટીએ ફિલ્મ બાહુબલિમાં મહારાણીનો રોલ નિભાવ્યો હતો. દેવસેનાના રોલમાં અનુષ્કા એકદમ જાજરમાન લાગી રહી હતી. આ ફિલ્મમાં તેણે પ્રભાસની પત્નીનો રોલ કર્યો હતો અને ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.

દીપિકા પદુકોણઃ
દીપિકા પદુકોણનું નામ પણ મહારાણીનો રોલ નિભાવનારી એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં દીપિકાએ રાણીનો રોલ નિભાવ્યો હતો. આ એક સુપરહિટ ફિલ્મ હતી. બાજીરાવ મસ્તાની સિવાય દીપિકાએ ફિલ્મ પદ્માવતમાં પણ રાણી પદ્માવતીનો રોલ નિભાવ્યો હતો આ ફિલ્મમાં એક્ટ્રેસ શાહિદ કપૂર સાથે જોવા મળી હતી.
આ પણ વાંચો…કોણે કરી Salman Khan, Shahrukh Khanના મૃત્યુની ભવિષ્યવાણી?

ઐશ્વર્યા રાય-બચ્ચનઃ
ઐશ્વર્યા રાય-બચ્ચનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. પોતાના ફિલ્મી કરિયરમાં ઐશ્વર્યાએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. ઐશ્વર્યાએ ફિલ્મ જોધા અકબરમાં જોધાનો રોલ કર્યો હતો. દર્શકોના દિલો પર આજે પણ ઐશ્વર્યાનો આ રોલ એકદમ તરોતાજા છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે રીતિક રોશન પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં બ્લોકબસ્ટર હિટ રહી હતી.